Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રોટરી ઇન્‍ટરનેશનલે ઇન્‍ડિયન અમેરિકન સર્જન ડો. દિનેશ પટેલને ‘‘ પાઉલ હેરીસ ફેલો '' ઘોષિત કર્યા : આર્થોસ્‍કોપિક સર્જરી ક્ષેત્રે વિશ્વ વિખ્‍યાત ડો. પટેલની સેવાભાવનાને ધ્‍યાને લઇ કરાયેલી પસંદગી

મેસ્‍સેચ્‍યુએપ્‍સ : યુ.એસ.ની મેસ્‍સેચ્‍યુએપ્‍સ જનરલ હોસ્‍પિટલના સર્જન ઇન્‍ડિયન અમેરિકન ડો. દિનેશ પટેલને રોટરી ઇન્‍ટરનેશનલે  ‘‘ પાઉલ હેરીસ ફેલો '' તરીકે ઘોષિત કર્યા છે.

તેમની લોકો સાથેની લાગણી તથા સારવાર માટેની સેવાભાવનાને ધ્‍યાને લઇ રોટરી ઇન્‍ટરનેશનલ દ્વારા તેમના ફેલો તરીકે પસંદગી કરાઇ છે.

આ અગાઉ ર૦૧૦ની સાલમાં પણ મેસ્‍સેચ્‍યુએપ્‍સ યુનિવર્સિટીએ  લર્નીંગ લેખને ડો. દિનેશ પટેલના નામ સાથે જોડેલી છે.

ઉલ્લેખનીય છે કે ડો. પટેલ આર્થોસ્‍કોપિક સર્જરી માટે વિશ્વ વિખ્‍યાત છે. તેમજ જુનીયર ડોકટરોને પણ તેઓ ટ્રેનીંગ આપે છે.

(9:51 pm IST)