Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ઇલીનોઇસ રાજયની આઠમી કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટની પ્રાયમરી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના બે ભારતીય ઉમેદવારો એક બીજા સાથે ટકરાશેઃ આગામી ૨૦મી માર્ચે યોજાનારી પ્રાયમરી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના બે ઉમેદવારો જીતેન્‍દ્ર દિગવાનકર અને મિડિયા હોસ્‍ટ વંદનાબેન જીંગનજી વચ્‍ચે ચુંટણીનો મહા મુકાબલો યોજાશેઃ જયારે ડેમોક્રેટીક પાર્ટીના ફકત રાજા કૃષ્‍ણમૂર્તિ એકજ ઉમેદવાર હોવાથી તેઓ સીધી જનરલ ઇલેકશનમાં યોજાનારી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના ભારતીય ઉમેદવાર સામે ટકરાશેઃ સમગ્ર અમેરીકામાં આ હાઉસની ચુંટણીનું અતિ મહત્‍વનું સ્‍થાન છે અને તમામ લોકોની દ્રષ્‍ટિ આ ડીસ્‍ટ્રીકટના ઉમેદવારો તરફ કેન્‍દ્રિત થયેલી છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ભારતીય સમુદાયના એક કાર્યકર તેમજ જાણીતા ઉદ્યોગપતિ અને મિડિયા હોસ્‍ટ તરીકે છેલ્લા ૧૫ વર્ષથી મીડવેસ્‍ટ રીજીયનમાં કાર્ય કરતી મહિલા વંદના જીંગન ઇલીનોઇ રાજયની આઠમી ડીસ્‍ટ્રીકટમાંથી રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા આ ડીસ્‍ટ્રીકટમાં આવતા વર્ષે યોજાનારી પ્રાઇમરીની ચુંટણી રસપ્રદ બનશે એવા એંધાણ વર્તાઇ રહ્યા ચે આ ડીસ્‍ટ્રીકટમાંથી રીપબ્‍લીકન પાર્ટી તરફ ભારતીય સમુદાયના જાણીતા બીઝનેસમેન જીતેન્‍દ્ર દિગ્‍બાનકરે પણ ઉમેદવારી નોંધાવેલ છે અને તેમણે પણ ચુંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરેલ હોવાનુ જણાઇ રહ્યું છે આ ડીસ્‍ટ્રીકટમાંથી હાલમાં ડેમોક્રેટીક પાર્ટીના અગ્રણી રાજા કૃષ્‍ણમૂર્તિ હાઉસમાં આ પાર્ટીના સભ્‍ય તરીકે બીરાજમાન છે એટલે પ્રાયમરી તેમજ મધ્‍યવર્તી ચુંટણી જે યોજાનાર છે તેમાં આ સમગ્ર પ્રક્રિયા કેવો રંગ લાવે છે તે જોવાનું રહે છે

આ અંગે જાણવા મળે છે તેમ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને આગામી ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાના કારણોમાં જણાવ્‍યું છે કે ઘણાં લાંબા સમયથી આ ડીસ્‍ટ્રીકટમાં વસવાટ  કરતા મોટા ભાગના લોકો કુશળ નેતાગીરી તેમજ અયોગ્‍ય શાસનને લઇને ભારે પ્રમાણમાં અગવડતાઓ ભોગવી રહ્યા છે અને તેનો અંત લાવવા માટે તેમણે આ ઉમેદવારી નોંધાવી છે. આ સમસ્‍યાઓનો ઉકેલ લાવવા માટે મેં મારા અનેક પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ તેમાં મને સરીયામ નિષ્‍ફળતાઓ મળેલ છે અને તેથી મે મારા અંતર આત્‍માન અવાજને અનુસરાને આ પ્રશ્નોને જરૂરી વાચા આપવા માટે મેં રીપબ્‍લીકન પાર્ટીની ટીકીટ પર ચુંટણી લડવાનો નિર્ણય કરેલ છે અને ભારતીય સમાજના આગેવાનો તથા સંગઠનોનો મને સારો એવા સહકાર પ્રાપ્ત થયેલો છે.

વંદનાબેન જીંગનની ઉમેદવારીને અમેરીકામાં લાંબા સમયથી ચાલતા રીપબ્‍લીકન હિંદુ કોએલશન તેમજ કેરોલ સ્‍ટ્રીમ ટાઉનમાં ચાલતા ભારતીય સીનીયર ગૃપ (બીએસજી) જેવી અનેક સંખ્‍યાબંધ સમુદાય સંગઠનોનો તેમજ ટેકો જાહેર કરેલ છે અને તેની સાથે સાથે ભારતીય મૂળતા અમેરીકનો પણ ટેકો મળેલ છે.

ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના પ્રમુખ હરિભાઇ પટેલે પણ વંદના જીંગનજીની સેવાઓની ભારે પ્રમાણમાં પ્રશંસા કરીને પોતોનો બીનશરતી ટેકો જાહેર કરેલ છે. અને અમેરીકામાં મુખ્‍ય મુલ્‍યોને ફરી સજીવન કરવા માટે અમો તેમને પુરતો સહકાર આપીશું એવું હરિભાઇએ વધારામાં જણાવ્‍યુ હતું.

નેપરવીલ ટાઉનમાં વસવાટ કરતા ભારતીય આગેવાન કૃષ્‍ણ બંસલે પણ વંદનાજીને પોતાના ગૃપનો ટેકો જાહેર કર્યો છે અને પીટીશન ડ્રાઇવમાં જરૂરી મદદ કરવા બદલ સૌનો તેમણે આભાર માન્‍યો હતો.

વંદના જીંગનજી હાલમાં ટીવી એશીયાના ચીફ બ્‍યુરો તરીકે મીડવેસ્‍ટ રીજીયનમાં કાર્ય કરી રહ્યા છે અને તેમણે પોતાના શામ્‍બર્ગ ટાઉનમાં ભીન્‍ન ભીન્‍ન હોદ્દાઓ પર બીરાજમાન થઇ કાર્ય કરેલ છે  હાલમાં તેઓ અલ્‍ઝાઇમર ફાઉન્‍ડેશન ઓફ અમેરીકા સાથે કાર્ય કરે છે

આઠમી ડીસ્‍ટ્રીકટમાં જે કોંગ્રેસનલ ઇલેકસન થનાર છે તે અંગેના ઉમેદવારોએ ડીસેમ્‍બર માસની ચોથી તારીખ પહેલા પોતાની ઉમેદવારી કરવાની રહેતી હોવાથી રીપબ્‍લીકન પાર્ટી તરફથી (૧)જીતેન્‍દ્ર દિગવાનકર તથા (૨)વંદના જીંગને ઉમેદવારી નોંધાવેલ છે જયારે ડેમોક્રેટીક પાર્ટી તરફથી હાલના ઉમેદવાર તરીકે કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિએ ઉમેદવારી પત્રક ભરેલ છે અને આ અંગેની ચુંટણી માર્ચ માસની ૨૦મી તારીખે યોજાશે અને તેમાં રીપબ્‍લીકન પાર્ટીના બે ભારતીય ઉમેદવારો એક બીજાની સામે ટકરાશે ડેમોક્રેટીક પાર્ટી તરફથી રાજા કૃષ્‍ણ મૂર્તિ ફકત એકજ ઉમેદવાર હોવાથી તેઓ નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખ યોજાનાર ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારને સીધી લડત આપશે.

હજુ તો પ્રાયમરી ઇલેકસનને ત્રણ મહીનાનો સમય છે પરંતુ આ ડીસ્‍ટ્રીકટમાં ચુંટણી કેવો રંગલાવે તે તો આવનારો સમયજ કહેશે. આ અંગેના સમાચારો અમો અવરનવા અમારા વાંચક વર્ગ સમક્ષ તટસ્‍થ ભાવે આપતા રહીશું તેની સૌ વાંચક વર્ગ ખાત્રી રાખે.

આઠમી ડીસ્‍ટ્રીકટમાં હાઉસની જગ્‍યા માટે જે ચુંટણી યોજનાર છે તેમાં બંન્‍ને પાર્ટી તરફથી ભારતીય ઉમેદવારો એક બીજાની સામે ટકરાશે પરંતુ આ અંગે હજુ ઘણો સમય આપણે પસાર કરવાનો રહેશે.

(9:49 pm IST)