Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પ્રજા પાસે માફી માંગી

ક્રૂર અને કઠોર સરમુખત્યાર કિમ જોંગ ઉન ભાષણ કરતા કરતા રડી પડયો

નવી દિલ્હી તા. ૧૩ : ક્રૂરતા, કઠોરતા અને સરમુખત્યારશાહી માટે વિશ્વભરમાં જાણીતા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને નમ આંખોથી નિષ્ફળતા માટે પહેલીવાર જાહેર જનતાની માફી માંગી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ એક લશ્કરી પરેડમાં ભાષણ દરમિયાન ખૂબ જ ભાવનાશીલ બન્યા હતા અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. દેશની રક્ષા માટે બલિદાન આપવા બદલ તેમણે સૈનિકોનો આભાર માન્યો. તે જ સમયે, લોકોના જીવનમાં સુધારો કરવામાં નિષ્ફળતા માટે પોતે ઉત્ત્।ર કોરિયાના નાગરિકોની માફી માંગી હતી.

કિમ જોંગ ઉન, તેમના પક્ષની ૭૫ મી વર્ષગાંઠ પર લોકોને સંબોધન કરતા, વિનાશક તોફાનો અને કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ સૈન્યનો આભાર માને હતો. રાજયના ટેલિવિઝન સ્ટેશન દ્વારા પ્રકાશિત સંપાદિત વિડિઓ ફૂટેજમાં કિમ જોંગની આંખોમાંથી આ સમયે પણી(આશું) નીકળી પડ્યા હતા અને એક તબક્કે તેની ગળું પણ રંધાઇ ગયું હતું. તે બધાની સામે ભાષણ દરમિયાન આંસુ લૂછતા પણ જોવા મળ્યો હતો.

કાર્યક્રમને સંબોધન કરતાં કિમ જોંગ ઉને કહ્યું હતું કે તેઓ આભારી છે કે એક પણ ઉત્ત્।ર કોરિયન કોરોના વાયરસનાં ચેપને કારણે મોતને ભેટ્યો નથી. જોકે, યુ.એસ. અને દક્ષિણ કોરિયા આ દાવા અંગે શંકાસ્પદ છે. કિમે કહ્યું કે કોરોના વાયરસ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ઘણા તોફાનોની અસરથી સરકારે નાગરિકોના જીવનમાં સુધારો લાવવાનાં વચનો હાલ પૂરાતા અટકાવવા પડ્યા છે.

કિમ જોંગ ઉને કહ્યું કે મારા પ્રયત્નો અને પ્રામાણિકતા આપણા લોકોને તેમના જીવનની મુશ્કેલીઓથી મુકત કરવા માટે પૂરતા નથી. જો કે, ભલે ગમે તે હોય, આપણા લોકોએ હંમેશાં મારા પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે અને મારી પસંદગી અને નિર્ણયને સમર્થન આપ્યું છે.

ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા પર તેના પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોનાં કારણે લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી પહેલાથી જ ભારે અસરગ્રસ્ત છે. આ ઉપરાંત, કોરોના વાયરસના પ્રકોપને અટકાવવાના પ્રયત્નોમાં દેશએ લગભગ તમામ સરહદી ટ્રાફિકને બંધ કરી દીધો છે, જેનાથી તેનું અર્થતંત્ર બગડ્યું છે. એવું માનવામાં આવે છે કે આ પહેલીવાર છે જયારે કિમ જોંગ ઉનએ જાહેરમાં તેના દેશની જનતાની માફી માંગી છે.

(11:24 am IST)