Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર પંથકના મોરાર સાહેબના ખંભાળીયા ગામની વાડીમાં ૧૨ મજુર ફસાયા છે.. ઊંડ નદી ગાંડીતુર હોય હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની તાતી જરૂર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી વાત પહોંચાડવા પ્રયાસો

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ મોરારસાહેબના ખંભાલીયા ગામ પાસેની એક વાડીમાં ૧૨ મજૂરો ફસાઈ ગયા છે. અત્યાર ઉંડ ૧ નદી ગાડીતૂર છે. શક્ય હોય તો તાકીદે  હેલીકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ થઈ શકે છે..

લખધીરસિંહ જાડેજા (જામનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન)એ જણાવ્યુ છે કે મોરાર સાહેબના ખંભાલીયામાં આવેલ ઘોઘુભાની વાડીમાં ૧૨ લોકો ઉંડ નદીના કાંઠે ફસાયા છે. તેમને બચાવવા બહુ જ મુશ્કેલ છે.. હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં  આવે તો તેમના જીવન બચી શકે તેમ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને આ વાત તાત્કાલિક પહોંચાડવામાં આવી રહી છે.

(10:45 pm IST)