Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નરેન્દ્રભાઇ ગુરૂવારે યોજાનાર SCO શિખર સંમેલનમાં ભાગ લેશે : અફઘાનિસ્તાનના મુદ્દાને પ્રમુખતા

નવી દિલ્હી તા.૧૩ : પીએમ નરેન્દ્ર મોદી ૧૬ સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેશે. પીએમ મોદી ઉપરાંત ૭ અન્ય પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ શિખર સંમેલન અફઘાનિસ્તાનના હાલના પ્રકરણ માટે મહત્વપૂર્ણ છે. જયાં તાલિબાનની વાપસી અને અમેરિકન સેનાના ૨૦ વર્ષ બાદ અફઘાનિસ્તાન છોડતા જોવા મળ્યા છે. આશા છે કે આ બેઠકમાં અફઘાનિસ્તાનના મુદ્દાને પ્રમુખતામાં સામેલ કરવામાં આવશે.

એસસીઓ શિખર સંમેલનમાં ૮ સભ્ય દેશો સામેલ છે. જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉજબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન છે. તઝાકિસ્તાન આ ગ્રુપમાં વર્તમાન અધ્યક્ષ છે. આ બેઠક ૧૬થી ૧૭ સપ્ટેમ્બર સુધી રાજધાની દુશાંબેમાં હાઈબ્રિડ મોડમાં આયોજિત કરવામાં આવશે. આશા છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંમેલનમાં વર્ચૂઅલી હાજર રહેશે. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન, રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય મધ્ય એશિયાઈ દેશો વ્યકિતગત રુપથી આ બેઠકમાં સામેલ થશે.

ગત ૨ મહિનામાં દુશાંબેમાં એસસીઓના વિદેશ, રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની અનેક બેઠકો થઈ છે. થોડાક દિવસ પહેલા BRICS દેશોનો ૧૩મી શિખર સંમેલન સંપન્ન થયો છે. જેની અધ્યક્ષતા ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બીજી વાર છે કે ભારતના પીએમ નરેન્દ્ર મોદએ BRICSના શિખર સંમેલનની અધ્યક્ષતા કરી.

ઓપનિંગ રિમાર્કમાં જ પીએમે બ્રિકસ દેશોના કાઉન્ટર ટેરરિઝન એકશન પ્લાનની યાદ અપાવી. આ એકશન પ્લાનને આગળ વધારવાની જરૂરિયાત જણાવી અને આહ્વાન કર્યુ કે આતંક સાથે લડવા માટે બ્રિકસ દેશોના શેર સંસાધનો ઈસ્તેમાલ થયો. આ એક એવું શિખર સંમેલન હતો જેમાં ભારતના હંમેશા મિત્ર રહેલું રશિયાની સાથે ઉભી હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે ચિંતા વ્યકત કરી તેમાં હતું અફઘાનિસ્તાનના પડોશી દેશો માટે સંકટ ન બનવો જોઈએ. અફઘાનિસ્તાનને આતંકવાદ અને ડ્રગ તસ્કરીનું માધ્યમ ન બનાવવું જોઈએ. હકિકતમાં બ્રિકસ દેશોમાં ભારત-રશિયા ઉપરાંત ચીન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ સામેલ છે.

(3:42 pm IST)