Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ઉ.કોરિયા નહીં સુધરે

ઉ.કોરિયાએ ફરી કર્યું મિસાઈલ પરીક્ષણ : ૧૫૦૦ કિ.મી. સુધી સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૧૩ : ઉત્તર કોરિયા તેની હરકતોને અટકાવતું નથી. થોડો સમય રોકાયા બાદ હવે ઉત્તર કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કેટલાક મહિનાઓમાં દેશમાં આ પ્રકારની પ્રથમ પ્રવૃત્ત્િ। છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષણો એવા સમયે કરવામાં આવ્યા છે જયારે ઉત્ત્।ર કોરિયાના પરમાણુ નિઃશસ્ત્રીકરણને લઈને અમેરિકા સાથેનો વિવાદ ખતમ થવાની કોઈ શકયતા નથી.

કોરિયન સેન્ટ્રલએ જણાવ્યું હતું કે, મિસાઇલો છેલ્લા બે વર્ષથી કામમાં હતી અને હવે શનિવાર અને રવિવારે ફલાઇટ પરીક્ષણો દરમિયાન ૧,૫૦૦ કિમી દૂર સુધી લક્ષ્યોને સફળતાપૂર્વક હિટ કરી હતી. ન્યૂઝ એજન્સીએ કહ્યું કે ઉત્તર કોરિયાની સુરક્ષા માટે મિસાઇલોનો વિકાસ ઘણો મહત્વનો છે, તે દેશને આત્મવિશ્વાસ આપે છે. આ સિવાય દેશમાં બનેલી આ મિસાઇલોનું ઉત્પાદન દુશ્મનોના લશ્કરી દાવપેચને રોકવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફસ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે લશ્કર અમેરિકા અને દક્ષિણ કોરિયાની ગુપ્ત માહિતીના આધારે ઉત્તર કોરિયાના પ્રક્ષેપણનું વિશ્લેષણ કરી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ લાંબા સમયથી અમેરિકા અને દક્ષિણ કોરિયા પર પ્રતિકૂળ નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોરિયાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને સમાપ્ત કરવાના હેતુથી અમેરિકા સાથે ઉત્તર કોરિયાની વાતચીત ૨૦૧૯ થી અટકી છે. તે જ સમયે, આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે મિસાઇલોના આવા પરીક્ષણો ઉત્તર કોરિયાની વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં તે અમેરિકા પર પોતાના પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા માટે વાટાઘાટો કરવા દબાણ કરે છે. કોરિયન ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મિસાઇલોએ તેમના લક્ષ્યને ફટકારતા પહેલા ૧૨૬ મિનિટની મુસાફરી પૂર્ણ કરી હતી. કિમની શકિતશાળી બહેને ગયા મહિને સંકેત આપ્યો હતો કે ઉત્તર કોરિયા તેમની સંયુકત લશ્કરી કવાયત ચાલુ રાખવા માટે હથિયારોનું પરીક્ષણ ફરી શરૂ કરવા માટે તૈયાર છે.

(3:41 pm IST)