Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ન્યારી-૧ ઓવરફલો : આજી-૨૪ ફૂટે અને ભાદર ૨૫ ફૂટે પહોંચ્યો

રાજકોટને પાણી પૂરૃં પાડતા ત્રણેય ડેમમાં નવા નીરની અંધાધૂંધ આવક : ન્યારી-૧ ડેમના ૭ દરવાજા ખોલ્યા : આજી છલકાવામાં ૫ ફુટ અને ભાદર છલકાવામાં ૯ ફુટનું છેટુ : અનરાધાર વરસાદ આ બંને ડેમ પણ છલકાઇ જવા તરફ : ન્યારી ડેમમાંથી પાણીની આવક વધુ હોવાથી બ્રિજ ઉપર થઇ પાણી વહે છે : માટે વાજડી વડ પાસેથી રાજકોટ કાલાવડ રોડ બંધ કરેલ છે

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્રભરમાં મેઘકૃપા થઇ છે ત્યારે રાજકોટને પાણી પુરૃં પાડતા આજી - ન્યારી-૧ અને ભાદર ત્રણેય ડેમમાં નવા પાણીની ધોધમાર આવક થઇ છે. બપોરે ૨ વાગ્યાની સ્થિતિએ  ન્યારી-૧ ડેમ ઓવરફલો થતાં તેના ૭ દરવાજા ખોલાયા હતા. જ્યારે આજી છલકાવામાં હવે ૫ ફુટ અને ભાદર છલકાવામાં ૯ ફુટનું છેટુ છે.
 આજે બપોરનાં ૧:૩૦ વાગ્યા સુધીમાં ભાદર ડેમમાં ૩૦ હજાર કયુસેક પાણીની આવક થતા હાલની સપાટી  ૨૫.૦૫ ફૂટે પહોંચી, જેની કુલ સપાટી ૩૪ ફૂટ, છેલ્લા ર૪ કલાકમાં ૩  ફૂટ નવા નિરની આવક થતા હાલ ૩૧૯૫ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત થયો છે. શહેરનાં ગોંડલ રોડ સહિતનાં વિસ્તારોમાં ભાદર ડેમમાંથી પાણી ઉપાડી પાણી વિતરણ કરવામાં આવે છે.
આજી ડેમ-૧ માં આજ સવારથી ધોધમાર ં ૫ થી વધુ  ફુટ નવા પાણીની આવક થતાગઇકાલે ૧૮.૫૦ ફુટે રહેલી સપાટી આજે બપોરનાં ૧ વાગ્યા સુધીમા ડેમની સપાટી ૨૪  ફુટે પહોંચી છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં નવા પાણીની આવક થતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. આજે સવારે મેઘરાજ મન મુકીને વરસતા ડેમમાં પાણીની આવક થતા આજ સવારથી સૌની યોજનાનું પાણી ઠાલવવાનું બંધ કરવામાં આવ્યુ છે.આજી ડેમમાં છેલ્લા ૧૦ દિવસથી સૌની યોજનાથી નર્મદા નીર ઠાલવવામાં આવ્યા છે.  
જયારે ન્યુ રાજકોટને પાણી પુરૂ પાડતા  ન્યારી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭.૭૮ ફુટ અંધાધૂંધ આવક થતા ડેમની સપાટી ૨૫ ફુટે પહોંચતા ફેમનાં ૭ દરવાજા ૪ - ૪ ફુટે ખોલવામાં આવ્યા છે.

શહેરની મુખ્ય જળાશયોની સ્થિતિ

  ડેમ

નવી

હાલની

કુલ

 

આવક (ફુટ)

  સપાટી (ફુટ)      સપાટી (ફુટ)

 

ભાદર

૩.૦૦

૨૫.૦૫

૩૪

આજી-૧

૫.૨૫

૨૪

૨૯

ન્યારી-૧

૭.૭૮

૨૫

૨૫

ન્યારી-૧ ડેમ ઓવરફલો થતા નીચાણવાસના ગામોના લોકોને સાવચેત રહેવા નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ તા. ૧૩ : અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ પાસેનો ન્યારી-૧ ડેમ તેની નિર્ધારીત સપાટીથી ૧૦૦ ટકા ભરાતા તેના ૭ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-૧ ડેમના હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી તથા  લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

 

 

(3:48 pm IST)