Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વરસાદ ની સાથે સાથે…

-લોધીકામાં ૧૦ કલાકમાં ૧૭II ઇંચઃ કાલાવડમાં ૧૫ ઇંચઃ જામનગરમાં બપોરે ૨ વાગ્યાથી દે ધનાધન પડતા ૪ ઇંચઃ બપોરે રાજકોટમાં વધુ પોણો ઇંચ

-સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં  : રાજકોટ ૧૧- લોધીકા - ૧૫, વિસાવદર ૧૨ અને કાલાવડમાં ૧૦ ઇંચ ખાબકયો  : આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી એટલે કે ૮ કલાકના વરસાદના આંકડા જોઇએ તો રાજકોટ ૧૧ ઇંચ, લોધીકા ૧૫ ઇંચ, વિસાવદર ૧૦ ઇંચ, કોટડા સાંગાણી ૬ ઇંચ, ગોંડલ ૫ ઇંચ, ધોરાજી ૮ ઇંચ અને જામનગરના કાલાવડમાં ૧૦ ઇંચ, જુનાગઢમાં ૪.૫ ઇંચ ખાબકી ગયો હતો. આ લખાય છે ત્યારે ૩:૩૦ વાગ્યે પણ વરસાદ ચાલુ છે.

-જામનગરથી મળતા અહેવાલો મુજબ તમામ નીચાણવાળા વિસ્તારોમાં ૨થી ૭ ફુટ પાણી ભરાયા છેઃ જામનગર ભયમાં મુકાયું છેઃ નીચાણવાળા વિસ્તારોમાં હેલીકોપ્ટર મારફત રેસ્કયું ઓપરેશન ચાલુ છે સમગ્ર જામનગર જળબંબાકાર થઇ ગઇ છે જામનગર જીલ્લામાં ૩૦-૩૦ ઇંચ પાણી પડી ગયાનું જાણવા મળે છે

-પડધરી પાસે આવેલી ભારત હોટલ અડધો અડધ પાણીમાં ગરકાવ : રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી પાસે આવેલ ભારત હોટલ ન્યારી નદીના પાણીમાં અડધો અડધ ડુબી ગઇ છે ન્યારી નદી ગાંડીતૂર બની ગઇ છે. રાજકોટ- જામનગર હાઇવે ઉપરના પડધરીના પુલને અડોઅડ પાણી વહી રહયા છે.

-રાજકોટ - જામનગર- જુનાગઢમાં  અનરાધાર વરસાદના પગલે હાઇવેના અનેક રસ્તાઓ બંધ  : નેશનલ- સ્ટેટ અને પંચાયતના રસ્તા બંધ, રસ્તા બંધ થવાના કારણે ૧૨૬ ગામો અસરગ્રસ્ત, જામનગર – કાલાવડ નેશનલ હાઇ-વે બંધ, ૬ સ્ટેટ હાઇ-વે થયા બંધ, પંચાયત હસ્તકના ૫૮ રસ્તા થયા બંધ, રાજકોટ-જામનગર-જૂનાગઢમાં અનરાધાર વરસાદ, અનરાધાર વરસાદના પગલે રસ્તા થયા બંધ

- ઉપલેટાનો મોજ ડેમ છલોછલ, ૧૦ ફુટ દરવાજા ખોલ્યા, નવ ગામ હાઇએલર્ટ ઉપર અત્યારે સવા દસ વાગ્યે રાજકોટમાં ભારે વરસાદ ચાલુ, અનેક શહેરો, ગામોમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે.

- રાજકોટ ઉપર સિસ્ટમ બ્રેક થઇઃ સતત હળવો, ભારે તોફાની અને અતિ તોફાની વરસાદ ચાલુ રહેશે

- દરિયો અતિ તોફાની રહેશે, માછીમારો સલામત સ્થળે ચાલ્યા જાય

-વિસાવદરમાં તોફાની વરસાદઃ આભ ફાટયું: માત્ર

-૧૦ થી ૧ર - બે કલાકમાં ૭ાા ઇંચ : સવારે ૬ થી ૧ર

 -૬ કલાકમાં ૧રાા ઇંચઃ જામનગરના કાલાવાડમાં વધુ

-ર ઇંચ સાથે ૬ કલાકમાં ૧૦ ઇંચઃ લોધીકામાં માત્ર

-ર કલાક ૧૦ થી ૧ર માં પાા ઇંચ વરસાદ પડતા સ્થિતિ ભારે ખરાબઃ રાજકોટમાં ૧૦ થી ૧ર માં ર કલાકમાં

-૪ ઇંચ સાથે સવારે ૬ થી બપોરે ૧ર સુધીમાં ૭ાા ઇંચ રાજયના ૧૧૧ તાલુકામાં ઝાપટાથી તોફાની વરસાદ

(4:48 pm IST)