Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કોઈ ચોક્કસ સ્થળે ટ્રાન્સફર કરાવવાનો કર્મચારીનો અધિકાર નથી : નોકરી આપનાર પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફર મુદ્દે નિર્ણય લઈ શકે છે : ઉત્તર પ્રદેશની અમરોહા કોલેજના મહિલા પ્રોફેસરની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, કોઈ ચોક્કસ સ્થળે ટ્રાન્સફર અથવા ટ્રાન્સફર ન કરવાનો આગ્રહ રાખવાનો કર્મચારીનો અધિકાર નથી, પરંતુ એમ્પ્લોયર પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફર મુદ્દે નિર્ણય લઈ શકે છે.

ઉત્તર પ્રદેશની અમરોહા કોલેજના મહિલા પ્રોફેસર નમ્રતા વર્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે છેલ્લા 4 વર્ષથી અમરોહામાં કામ કરી રહી છે અને તેથી તે સરકારની નીતિ મુજબ ટ્રાન્સફર મેળવવા માટે હકદાર છે.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર તે જગ્યા પર નિમણૂક મેળવવા માટે હકદાર નથી જ્યાં તેણે પહેલાથી જ લગભગ 13 વર્ષ સુધી કામ કર્યું છે. જો અરજદારે તેના વર્તમાન પોસ્ટિંગ સ્થળે જરૂરી વર્ષો પૂરા કર્યા હોય, તો તે તેના સ્થાનાંતરણ માટે અન્ય કોઇ જગ્યાએ વિનંતી કરી શકે છે, પરંતુ જ્યાં તેણે પહેલાથી 13 વર્ષ સુધી કામ કર્યું હોય ત્યાં જ ટ્રાન્સફર મેળવવાનો તેનો અધિકાર નથી. તેવું એલ.એલ.એચ. દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)