Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બેંક ખાતાઓમાં વિશ્વરેકોર્ડ પણ વ્‍યાજખોરોથી છુટકારો નહી

નવા બેંક ખાતામાં ૯૦ ટકાનો વધારો

નવી દિલ્‍હી તા.૧૩ :  વ્‍યાજખોરોથી ખેડુતો અને ગ્રામ્‍ય જનતાને મુકિત  અપાવવા સરકારે ઘણુ બધુ કર્યુ પણ એવું લાગે છે કે હજુ પણ તેનું કંઇ પરિણામ નથી મળ્‍યુ. ર૦૧૩ થી ર૦૧૯ દરમિયાન બેંક ખાતાઓ ખોલવાની સંખ્‍યા લગભગ બમણી થઇ ગઇ પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વ્‍યાજખોરો, સગાઓ, મિત્રો, ચીટ ફંડ વગેરે પાસેથી લોન લેનારોઓની સંખ્‍ય આ દરમિયાન ૧૯ ટકાથી ઘટીને ફકત ૧૭.૧ ટકા થઇ છે.
ગ્રામ્‍ય વિસ્‍તારો જ નહી પણ શહેરી વિસ્‍તારોમાં પણ લગભગ ૮ ટકા ઘર એવા છે  જેમણે ર૦૧૯માં ઘણી બધી લોન લીધેલી છે. ગયા શનિવારે ભારત સરકાર તરફથી બહાર પડાયેલ અખિલ ભારતીય ઋણ અને રોકાણ સર્વેક્ષણ ર૦૧૯માં આ વાત સામે આવી છે. એન.એસ.એસ.નો સર્વે સ્‍પષ્‍ટ જણાવે છે કે, મોટી સંખ્‍યામાં બેંક ખાતાઓ ખુલવા છતા સંસ્‍થાગત એજન્‍સીઓ દ્વારા લોન વિતરણમાં બહુ સુધારો નથી થયો. સૌથી ઓછા દિવસોમાં સૌથી વધારે બેંક ખાતાઓ ખોલવાનો રેકોર્ડ ભારતના નામે છે.
૧પ ઓગષ્‍ટ ર૦૧૪ થી લોંચ કરાયેલ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જુન ર૦ર૧ સુધીમાં કુલ ૪ર.૪૪ કરોડ ખાતા ખોલાયા છે. એનડીએ પહેલા યુપીએ સરકાર આ યોજનાને ઝીરો બેલેન્‍સ બેંક ખાતા યોજનાના નામે ચલાવતી હતી. આર.બી.આઇ. આંકડાઓ અનુસાર માર્ચ ર૦૧૩ સુધીમાં ઝીરો બેલેન્‍સ યોજના હેઠળ ૧૮ કરોડ ખાતાઓ ખોલાયા હતા. જાન્‍યુઆરી ર૦૧૯માં જનધન યોજના હેઠળ ખોલાયેલ બેંક ખાતાઓની સંખ્‍યા ૩૪.૦૩ કરોડ હતી. એટલે માર્ચ ર૦૧૩ થી જાન્‍યુઆરી ર૦૧૯ વચ્‍ચે કુલ ૧૬ કરોડ નવા ખાતાખો ખુલ્‍યા જે લગભગ ૯૦ ટકાનો વધારો દર્શાવે છે.

 

(12:11 pm IST)