Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ત્રીજી લહેર પહેલા નવા પડકારો

નિપાહ, ડેંગ્યુ અને મેલેરીયાઓએ વધાર્યો આરોગ્ય સેવાઓની ચિંતા

નવી દિલ્હી તા.૧૩ : દેશમાં રોજ વધ ઘટ થઇ રહેલી સંક્રમિતોની સંખ્યાએ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ઉભઘુ કર્યુ છે. તેનાથી બાવ માટે દેશમાં રસીકરણને ઝડપી બનાવવા પર ભાર મુકાઇ રહયો છે. પણ તે પહેલા દેશની હોસ્પીટલો સામે એક ગંભીર પડકાર ઉભો થયો છે.આ પડકાર છે કેરળથી માંડીને ઉત્તરપ્રદેશ સુધીની હોીસ્પટલોમાં તાવના દર્દીઓની સંખ્યામાં થયેલ અનેક ગણો વધારો જેવી અસર દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે જોવા મળી રહી છે.

કેરળમાં નિપાહ વાયરસ, યુપી અને મહારાષ્ટ્રમાં ડેગ્યુ દિલ્હીમાં વાયરલ તાવ અને બિહારમાં મેલેરીયાના પ્રસારના કારણે તાવના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને હોસ્પિટલોમાં બેડનું સંકટ ઉભુ થયુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર કેટલાય રાજયોમાં ૯પ ટકા બેડ અત્યારથી ભરાઇ ગયા છે.તેમાંથી ૬૦ થી ૭૦ ટકા દર્દીઓ તાવ અથવા વાયરલના છે. એમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે તાવના દર્દીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને બાળકોમાં ઇન્ફલ્યુએન્ઝાનું સંક્રમણ જોવા મળી રહયુ છે. સ્ક્રબ ટાઇફસ અને લેપ્ટોસ્પીરોસીસ જેવા બેકેટેરીયલ ઇન્ફેકશન પણ નબળી ઇમ્યુનીટીવાળા બાળકો માટે જીવલેણ સાબીત થઇ શકે છે.

તાવના કારણે પરિસ્થિતિ બગડવાની ચેતવણી પહેલા જ આપી દેવાઇ હતી. નીતિ આયોગના સભ્ય ડોકટર વી.કે.પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહયુ હતુ કે તાવના મોટાભાગના કેસ મચ્છરજન્ય બીમારીઓના કારણે જોવા મળી રહયા છે. હવે આપણી સામે પરિસ્થિતિ એવી છે કે આપણે કોરોના ઉપરાંત આ બિમારીઓ સામે પણ લડવા તૈયાર રહેવું પડશે. 

(11:16 am IST)