Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર તાલુકાના નાના એવા ગામમાં આભ ફાટ્યુ

મોટી બાણુગારમાં ૨૨ ઇંચ

કાલાવડમાં મેઘરાજાએ સટાસટી બોલાવીઃ ૧૦ ઇંચ : સમગ્ર સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજાઃ સર્વત્ર ગાજવીજ સાથે એકધારો વરસાદઃ ધોરાજી સાડા સાત ઇંચઃ ધ્રોલ સાડા છ ઇંચઃ લોધીકા ૬: જાડીયામાં સાડા પાંચઃ પડધરી અને ગોંડલમાં ૫: ભાણવડ અને જુનાગઢ સાડા ૪: જામકંડોરણા - જેતપુર - ખંભાળિયા ૪: જામનગર સાડા ૩ - રાણાવાવ - વડીયા - ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ - વિસાવદરમાં ૩ ઈચઃ કચ્છ કોરૂ

રાજકોટ, તા.૧૩: ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ૨૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ કાલાવડમાં પણ ૧૦ ઇંચ વરસાદ પડી ગયો છે. રાજકોટમાં પણ ૨૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે. જળાશયોમાં નવા નીર આવ્યા છે, એટલું જ નહીં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેદ્યરાજા મહેરબાન થયા છે. ગઈ કાલ રાત્રિથી ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડમાં ૧૦  ઇંચ વરસાદ પડ્યો છે ક્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ માં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લાના લોધીકા માં ૬  જાડીયામાં સાડા પાંચ  - પડધરી અને ગોંડલમાં ૫ ઈચ વરસાદ પડ્યો છે ભાણવડ અને જુનાગઢ સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરણા - જેતપુર - ખંભાળિયા માં  ૪ ઈચ - રાણાવાવ - વડીયા - ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ - વિસાવદરમાં ૩ ઈચ વરસાદ વરસ્યો છે. આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જા કે કચ્છ કોરૂ રહ્યા છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યા છે.

ગોહિલવાડ પંથકમાં  આજે સોમવારે સવારથી વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમી ધારે એકધારો વરસાદ વરસી રહ્યા હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જીલ્લામાં ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર શરૂ હોવાના અહેવાલો મળી રહ્ના છે. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્ના છે. શહેર-જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.

ધ્રોલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ ધ્રોલમાં રાત્રીના ૧૨ થી ૨ વાગ્યાનો વરસાદ ૩૨ મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોધાયો... તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો ઍવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં ૩૭મી.મી. વરસાદ નોધાયો હતો.

આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જો કે કચ્છ કોરૂ રહ્યુ છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

ગોહિલવાડ પંથકમાં  આજે સોમવારે સવારથી વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમી ધારે એકધારો વરસાદ વરસી રહ્યો હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જીલ્લામાં ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર શરૂ હોવાના અહેવાલો મળી રહ્યા છે. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેર-જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.

ધ્રોલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ ધ્રોલમાં રાત્રીના ૧૨ થી ૨ વાગ્યાનો વરસાદ ૩૨ મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોંધાયો... તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો એવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં ૩૭મી.મી. વરસાદ નોંધાયો હતો.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી ચોમાસાની સીઝનમાં પહેલી વખત ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડુતોએ મેઘરાજાનો આભાર વ્યકત કર્યો. ધોરાજી મોડી રાત્રીના જે જોરદાર વરસાદ પડતા નદી બુગદા અને રોડમાં પાણી પાણી થઇ ગયેલ હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ડે.કલેકટર મીયાણી મામલતદાર કિશોર જોલપરા અને સેવાભાવી યુવાનો સહીત શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી અને વરસતા વરસાદમાં જો, જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડાયાની કાર્યવાહી હાથ ધરાશે અને લોકોને સલામત સ્થળે રહેવા અને નદીઓના પટમાં ન જવા જરૂરી સુચનાઓ અપાય છે. ભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ હોય તેવો માહોલ છે. આ લખાય ત્યારે ધોરાજી વિસ્તારમાં ૮ ઇંચ વરસાદ પડેલ છે. અને મોસમનો કુલ વરસાદ ૨૧ ઇંચ જેટલો થવા જાય છે. જયારે જામકંડોળરણામાં ભારે વરસાદને પગલે ફોફંડ ડેમમાં નવા નીર આવેલ છે.

આખી રાત ધોરાજીમાં ધીમીધારે થી ભારે વરસાદ સાથે ૧૨ કલાક વરસાદ અવિરત ચાલુ રહેતા સાત ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર ધોરાજી પંથકમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે

ચોમાસાના પ્રારંભ બાદ પ્રથમ વખત ધોરાજી માં આ પ્રકારે વરસાદ વરસી ગયો છે આખી રાત ભારે વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે

ધોરાજી પાસેથી પસાર થતી ભાદર ૨ ડેમ તેમજ સફુરા નદીમાં પાણી ના નવા નીર આવ્યા

ધોરાજીમાં સિઝનનો કુલ ૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

જામજોધપુર

(દર્શન મકવાણા-અશોક ઠાકર દ્વારા) જામજોધપુરઃ જામજોધપુર સહીત ગ્રામ્ય પંથકમાં ૨ થી ૩ ઇંચ વરસાદ જામજોધપુર સહિત ગ્રામ્ય પંથક ૨ થી ૩ ઇંચ વરસાદ થવા પામ્યો છે આખી રાત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ હતો વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ છે આજે સવારથી પણ ધીમી ધારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહેલ છે.

(11:13 am IST)