Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પીલીભીતમાં એક ગાયે કૂતરાના ચહેરા જેવા વાછરડાને જન્મ આપ્યો છે

વાછરડાના ચહેરા ઉપરાંત તેનું કદ પણ કૂતરા જેવું : માલિક સહિત ગામના તમામ લોકો અચંબામાં મૂકાયા

પીલીભીત. સંસારમાં કુદરતની કરામત સતત જોવા મળતી હોય છે. આવી જ એક અનોખી કરામત ઉત્ત્।ર પ્રદેશના પીલીભીતમાં જોવા મળી છે, જયાં એક ગાયે કૂતરાના ચહેરાવાળા વાછરડાને જન્મ આપ્યો છે. જેવી આ બાબતની જાણ લોકોને થવા લાગી તો ત્યાં વિશાળ સંખ્યામાં ભીડ એકત્ર થવા લાગી. ત્યાં હાજર દરેક વ્યકિત આ અનોખા વાછરડાને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જોતજોતામાં જ અનેક પ્રકારની ચર્ચાઓને પણ વેગ મળવા લાગ્યું. પછી તો આ અજબ ચહેરો ધરાવતા વાછરડાની ચર્ચા એ હદે ફેલાઈ ગઈ કે લોકો કુદરતના કરિશ્મા પર આસ્થા મૂકી તેની પર ચઢાવા પણ ચઢાવવા લાગ્યા.

પીલીભીત જિલ્લાના બીસલપુર તાલુકના ક્ષેત્રમાં આવતા ગામ રામનગર જગતપુરમાં રહેનારા કેદારી લાલને ત્યાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો, પરંતુ વાછરડાનો ચહેરા ઉપરાંત કદ કોઈ કૂતરાના બચ્ચા જેવું હતું. વાછરડાના જન્મ બાદ જયાં કેદારી લાલના ઘરે ગામ લોકોની ભીડ ઉમટી રહી છે, તો બીજી તરફ આ વાછરડાના જન્મ પર એક અનોખી અને અદ્બૂત વાત જોવા મળી. હવે લોકો તેની પૂજા કરી રહ્યા છે.

ગાયના માલિક કેદારી લાલનું કહેવું છે કે તેમની ગાયે આ પહેલા પણ વાછરડાઓને જન્મ આપ્યો છે જે સામાન્ય ગાયના ચહેરા અને આકારના જ હતા. પરંતુ આ વખતે જન્મેલા વાછરડામાં એક અનોખું રૂપ જોવા મળ્યું છે, જે કૂતરા જેવું છે. તેઓ પોતે પણ આ જોઈ અચંબામાં પડી ગયા છે.

આ અનોખા વાછરડાના જન્મ પર એક તરફ ગામના લોકોના ટોળેટોળાઉમટી પડ્યા છે. દરેક લોકો આ અનોખા અને કુદરતનો કરિશ્મા જેવા વાછરડાને જોઈને આશ્યર્યમાં મૂકાઈ ગયા છે, તો બીજી તરફ લોકો તેની સાથે ધાર્મિક આસ્થા પણ જોડી રહ્યા છે. લોકો આ વાછરડાને કોઈ અવતાર માનીને તેની પર ચઢાવા પણ ચઢાવી રહ્યા છે. 

(10:25 am IST)