Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વિકલાંગ મહિલા કોર્ટ રૂમમાં આવી શકે તેમ ન હોવાથી ન્યાયધીશે પાર્કિંગમાં જઈ ફેંસલો સંભળાવ્યો : અકસ્માત કેસમાં 20 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું : છત્તીસગઢમાં આયોજિત લોક અદાલતમાં માનવતા મહેકી ઉઠી : દિવ્યાંગ મહિલા ગદગદિત


છત્તીસગઢ : છત્તીસગઢમાં આયોજિત લોક અદાલતમાં માનવતા મહેકી ઉઠી હતી. જે મુજબ એક દિવ્યાંગ  મહિલા કોર્ટરૂમમાં આવી શકે તેમ હોવાથી  ન્યાયધીશે પાર્કિંગમાં જઈ ફેંસલો સંભળાવ્યો હતો.  તથા  વિકલાંગ મહિલાને અકસ્માત કેસમાં 20 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું
હતું .

છત્તીસગઢના કોરબામાં જિલ્લા અદાલતના ન્યાયાધીશે એક દિવ્યાંગ માટે જે કર્યું તે પ્રશંસનીય છે. 2018 માં માર્ગ અકસ્માતમાં અનેક ઇજાઓ બાદ લકવાથી પીડાતી 42 વર્ષીય મહિલાને  20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા તે કોર્ટની બહાર આવ્યા હતા . અકસ્માતનો ભોગ બનનાર દ્વારકા પ્રસાદ કંવર નામક મહિલા નાદુરસ્ત તબિયતને કારણે કોર્ટરૂમમાં જઈ  શકે તેમ ન હતી.

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ બી.પી. વર્મા શનિવારે રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન કંવર અકસ્માત વળતર કેસની સુનાવણી કરી રહ્યા હતા. જ્યારે તેમને કંવરની તબીબી સ્થિતિ વિશે જાણ થઈ ત્યારે તેઓ કોર્ટ રૂમની બહાર આવ્યા અને કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ગયા, જ્યાં પીડિતા વાહનમાં રાહ જોઈ રહી હતી.

કંવરના વકીલ પી.એસ. રાજપૂત અને પ્રતિવાદી વીમા કંપનીના વકીલ રામનારાયણ રાઠોડ જજની સાથે પાર્કિંગ એરિયામાં ગયા, જ્યાં તેમણે ચુકાદો આપ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે ન્યાયાધીશે વીમા કંપનીને પીડિતાને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ડિસેમ્બર 2018 માં, જિલ્લાના રાયગઢ શહેરના માણિકપુર વિસ્તારમાં તેની કાર એક ટ્રેલર સાથે અથડાઈ ત્યારે કંવરને ઘણી ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. જે બાદ તેને લકવો પણ થયો હતો. આ કારણે તે પથારીમાં જ રહ્યા અને પોતાની જાતે આગળ વધી શક્યા નહીં. કંવરે વીમા કંપની પાસે એમ કહીને વળતર માંગ્યું હતું કે તેમના પરિવારને તેમના અકસ્માતને કારણે આર્થિક રીતે સહન કરવું પડ્યું હતું. ત્રણ વર્ષથી પેન્ડિંગ કેસ પર નિર્ણય બાદ પીડિતાએ કોર્ટનો આભાર માન્યો હતો. તેવું એચ.ટી.એચ. દ્વારા જાણવા મળે છે.

(10:24 am IST)