Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોવડી મંડળની સરપ્રાઇઝથી ભાજપમાં કહીં ખુશી કહીં ગમ

યુવા ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં ચાન્સ લાગશે તેવી આશા તો કેટલાક સિનિયર મંત્રીઓને કપાઇ જવાની ભીતિ : સત્તાની સોગઠાંબાજી : ૨૦૨૨ના પડકારને જોતા બિન અનુભવીની પસંદગી કેમ કરાઇ તે સવાલ પણ ઉઠ્યો

નવી દિલ્હી,તા. ૧૩ : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની કમલમ ખાતે મળેલી બેઠકમાં જાહેરાત કરાઇ તે પછી ભાજપના મંત્રીઓ ધારાસભ્યોમાં કહી ખુશી કહીં ગમ જેવી લાગણી જોવા મળી હતી. હોલની બહાર ઉભેલા ભાજપના અનેક અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો વિગેરેને પણ આશ્ચર્ય થયું હતું. મોવડી મંડળે આપેલી સરપાઇઝ કેટલાકને ગળે ઉતરતી ન હતી તો કેટલાક માટે તે આવકારદાયક પણ હતી.

નવા મુખ્યમંત્રી કોણ હશે તેનું સસ્પેન્સ ખુલ્યુ ત્યારે ખુશી કરતા આંચકો વધુ જોવા મળ્યો હતો. રાબેતા મુજબ ભાજપના ધારાસભ્યો-મંત્રીઓએ નવી નિમણુકને આવકાર આપ્યો હતો. પરંતુ તેમના નામની પસંદગી કેવી રીતે થઇ તેની ચર્ચા ચાલી હતી. ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આડે સવા વર્ષ બાકી રહ્યું છે. ત્યારે સરકાર વધુ મજબૂતાઇથી ચલાવે તેવા અનુભવીની જરૂર હતી. અધિકારીઓ પાસેથી કડક હાથે કામ લેવું જોઇએ અને બધા સાથે આપે તેવો ચહેરો હોવો જોઇએ. અને પાર્ટીએ વહીવટના અનુભવી એવા ભુપેન્દ્રભાઇ પટેલને સુકાન સોંપતા પાટીદાર સમાજને તેની તરફેણમાં કરી દેવાનો પ્રયાસ કર્યો છે. જો કે બીજી બાજુ કેટલાક મંત્રીઓના ચહેરા વિલાઇ ગયા હોય તેમ લાગતુ હતું. દેખીતી રીતે ધારાસભ્યો-મંત્રીઓએ પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય

(10:15 am IST)