Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ચીનની ચેતવણી કે ધમકી ?

અમને દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યું છે અમેરિકા : ફરી થઇ શકે છે ૯/૧૧ જેવો હુમલો

બીજીંગ તા. ૧૩ : ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને આશંકા વ્યકત કરી કે અમેરિકામાં ૯/૧૧ જેવો હુમલો ફરી થઈ શકે છે. શિજિને આ હુમલાના ૨૦ વર્ષ પુરા થવા પર વાત કરતા આ કહ્યું.  ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને કહ્યું કે ૧૧ સપ્ટેમ્બરનો હુમલો ૧૯ આતંકીઓએ કરેલો આત્મઘાતી હુમલો હતો. પરંતું આ આતંકવાદીનો આત્મઘાતી હુમલો નહોતો. આતંકવાદી બીજા ઘાતક હુમલા માટે શકિત ભેગી કરશે. સમય બતાવશે કે ચીને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજવું એક ભૂલ છે.

ચીન અને અમેરિકાની વચ્ચે સંબંધ વણસ્યા છે. ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચારને લઈને અમેરિકાના સહયોગીઓએ ચીન પર પ્રતિબંધ લગાવ્યા છે. આ દરમિયાન ૧૧ સપ્ટેમ્બરે હુમલાની ૨૦મી એનિવર્સરી પર ચીને વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયોએ કહ્યું કે અમેરિકાને પોતાના વિચારો અને રાજનીતિક ફાયદાના આધાર પર આતંકવાદીઓની પરિભાષિત કરવાનું બંધ કરવુ જોઈએ.  તેમણે કહ્યું કે આતંકી ફકત આંતકી હોય છે. રાજનીતિક ફાયદાને જોઈને આતંકીઓની પરિભાષાતાનો મતલબ છે આતંકી ગતિવિધીઓને નજરઅંદાજ કરવુ, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકની વિરુદ્ઘ જોઈન્ટ લડાઈ નબળી પડી જાય છે.

હૂ શિજિને આ પહેલ ભારત- ચીન બોર્ડર વિવાદને લઈને ભારતને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ભારતીય સૈનિક પેંગોંગ ઝીલના દક્ષિણ તટથી નહીં હટે તો ચીન સેના પૂરી ઠંડીમાં તેમનો સામનો કરશે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોનું સંચાલન તંત્ર બહું ખરાબ છે. અનેક ભારતીય જવાનો ઠંડીમાં મરી જશે અથવા કોરોનાથી. શિજિને ટ્વીટ કરી કહ્યું કે જો યુધ્ધ થાય છે તો ભારતીય સેનાને તેજીથી હરાવી શકાય છે. શિજિન આ ટ્વીટ બાદ ઘણા ટ્રોલ થયા અને સિયાચીનને લઈને તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમને ટ્વીટર પર યુઝર સાયને લખ્યું કે આ કહાની બીજા કોઈને સંભળાવજો. ભારતીય સેના ચીનથી જરાય ઓછી નથી. અમારી સેના સિયાચીન જેવા દુનિયાના સૌથી ઉંચા જંગના મેદાનની રક્ષા કરે છે.

(10:14 am IST)