Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સંઘના મુખ્યમથક નાગપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો : મોહન ભાગવત સહિત પદાધિકારીઓએ સલામી આપી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપીને બદલીને ત્રિરંગો રાખી દીધું

નવી દિલ્હી :ભારતના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ ઉત્સવ 13 થી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન 2 ઓગસ્ટથી ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ આ દિવસે પોતાનો ડીપી બદલ્યુ હતું. આ સાથે તેમણે દેશવાસીઓને પોતાનો ડીપી તિરંગો રાખવાનું પણ આહ્વાન કર્યું હતું. આ આહ્વાન બાદ બીજેપીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપીને બદલીને ત્રિરંગો રાખી દીધું છે.

પીએમ મોદીના તિરંગાને ડીપી તરીકે રાખવાના આહ્વાન પછી ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના ટ્વિટર અને ફેસબુક પર ડીપી બદલ્યા હતા. રાજ્યોમાં બીજેપીના ઘણા નેતાઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી બદલીને તિરંગો રાખ્યો હતો. ઘણા દેશવાસીઓએ પણ પીએમ મોદીના આહ્વાનને આવકારતા અને સમર્થન કરતા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી તિરંગો લગાવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે, RSSની સત્તાવાર ડીપી ક્યારે બદલાશે?

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પવન ખેડા અને જયરામ રમેશે આડે હાથ લીધા હતા. જેમણે 52 વર્ષથી તિરંગો ફરકાવ્યો નથી તેઓ ડીપી કેવી રીતે બદલશે? રાહુલ ગાંધીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આધાર લઈને સંઘ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવી રહેલા આવા સંગઠન સાથે જોડાયેલા લોકો છે, જેમણે 52 વર્ષ સુધી ત્રિરંગો ફરકાવ્યો નથી. જ્યારે કોંગ્રેસ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડી ત્યારે પણ તેઓ કોંગ્રેસને રોકી શક્યા ન હતા, હવે પણ તેઓ રોકી શકશે નહીં.

આ બધી ટીકાઓને જોતાં લોકોમાં ઉત્સુકતા હતી કે શું આરએસએસ પોતાનું ડીપી બદલશે કે નહીં? પરંતુ ત્યારબાદ આજે સંઘના અધિકૃત હેન્ડલ્સની સાથે સરસંઘચાલક મોહન ભાગવતે પણ પોતાના એકાઉન્ટના ડીપીમાં  ત્રિરંગો ઝંડો લગાવી દીધો હતો.

(12:10 am IST)