Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

લાખો ફરિયાદો બાદ બેબી પાવડરનું વેચાણ બંધ કરાશે

દરેક ઘરમાં વપરાતો જ્હબોનસન બેબી પાવડર ગાયબ જશે ઃ અગાઉ વિશ્વના અનેક દેશોમાં બેબી પાવડરનું વેચાણ થતું હતું ઃ હવે સમગ્ર વિશ્વભરમાં વેચાણ બંધ કરવા નિર્ણય

નવી દિલ્હી, તા.૧૨ ઃ એક સમયે દરેક ઘરોમાં વપરાતો જોનસન એન્ડ જોનસનનો બેબી પાવડર હવે ૨૦૨૩ના વર્ષથી ગાયબ થવા જઈ રહ્યો છે. હાલ ફાર્મા કંપની હજારો કન્ઝ્યુમર કેસનો સામનો કરી રહી છે. કંપનીએ લાખો લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ટેલ્ક બેઝ્ડ બેબી પાવડરના વેચાણને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

અમેરિકામાં હજારો લોકોની ફરિયાદો બાદ તેનું વેચાણ પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીના કહેવા પ્રમાણે અગાઉ વિશ્વના અનેક દેશોમાં બેબી પાવડરનું વેચાણ થતું હતું પરંતુ હવે સમગ્ર વિશ્વભરમાં તેનું વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોનસન એન્ડ જોનસને ગુરૃવારના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો એસેસમેન્ટ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારીત બેબી પાવડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કંપનીએ ૨૦૨૦માં જ અમેરિકા અને કેનેડામાં આ પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું. પાવડરમાંથી મળી આવેલા હાનિકારક ફાઈબર એસ્બેસ્ટસના કારણે લોકોમાં કેન્સરનું જોખમ વધી રહ્યું હતું. આશરે ૩૫,૦૦૦ જેટલી મહિલાઓએ તે પ્રોડક્ટના વિરોધમાં ફરિયાદો કરી હતી. ત્યાર બાદ આખી દુનિયામાં કંપની સામે કેસ દાખલ થવા લાગ્યા હતા.

મહિલાઓએ આ પાવડરના ઉપયોગના કારણે તેમને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ હોવાની ફરિયાદ કરી હતી. આ કારણે અમેરિકા અને કેનેડામાં તેની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો હતો. વેચાણ ઘટવાના કારણે અમેરિકા અને કેનેડાએ ૨૦૨૦માં તે પાવડર પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે આજે પણ બ્રિટન સહિત વિશ્વના અનકે દેશમાં આ પાવડરનું વેચાણ થઈ રહ્યું છે.  કંપની સામે હાલ ૧૯,૪૦૦ જેટલા કેસ દાખલ છે. આરોપ પ્રમાણે આ ટેલકમ પાવડરના કારણે લોકોને ડિમ્બગ્રંથિનું કેન્સર થાય છે. તેનાથી મેસોથેલિયોમા કેન્સર થાય છે જે ફેફસાં તથા અન્ય અંગો પર 

અમેરિકાની એક કોર્ટે આ પાવડરના કારણે ઓવરિયન કેન્સર થતું હોવાથી કંપનીને ૧૫ હજાર કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કંપનીએ બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી છે. કંપની પર એવો આરોપ હતો કે, તે પોતાની પ્રોડક્ટમાં એસ્બેસ્ટસ ઉમેરે છે. જજે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, કંપનીએ જે ગુનો કર્યો છે તેની સરખામણી પૈસા સાથે ન કરી શકાય પરંતુ ગુનો મોટો છે માટે દંડ પણ મોટો હોવો જોઈએ.

કંપની ૧૮૯૪થી પોતાના બેબી પાવડરનું વેચાણ કરી રહી છે. અનેક દશકાઓથી કંપનીની સિમ્બોલિક પ્રોડક્ટ રહેલા બેબી પાવડરે કંપનીને તગડી કમાણી પણ કરાવી છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં આ પાવડરનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. કંપનીએ પોતે પણ પોતાના પાવડર પર રિસર્ચ કર્યું હતુંઅને ટેલ્ક બેબી પાવડર સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે તેનાથી કેન્સર નથી થતું.

 

(12:00 am IST)