Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ડિસેમ્બર ૨૦૨૦ બાદ પ્રથમ વખત બિટકોઈન ૨૫૦૦૦ ડોલર નીચે

બિટકોઈનના ભાવમાં તારાજી સર્જાઈ : ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં ૧૧%થી વધુના ઘટાડે ૨૪,૮૦૦નું લેવલ હતું, જે ડિસેમ્બર-૨૦ બાદનું સૌથી નીચલું સ્તર છે

નવી દિલ્હી, તા.૧૩ : ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા બિટકોઈનના ભાવમાં સોમવારના શરૂઆતી સત્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બિટકોઈનનો ભાવ ડિસેમ્બર, ૨૦૨૦ બાદ પ્રથમ વખત ૨૫,૦૦૦ ડોલરની નીચે ગગડ્યો છે. ભારતીય સમયાનુસાર સોમવારે સવારે ૯ કલાકે બિટકોઈન ૯%ના કડાકે ૨૫,૨૦૦ ડોલરની આસપાસ કામકાજ કરી રહ્યો છે. જોકે ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં ૧૧%થી વધુના ઘટાડે ૨૪,૮૦૦નું લેવલ જોવા મળ્યું હતુ, જે ડિસેમ્બર, ૨૦૨૦ બાદનું સૌથી નીચલું સ્તર છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ૭%ના ઘટાડા છતા નવા સપ્તાહે પણ ક્રિપ્ટોકિંગમાં મસમોટો કડાકો અને એ પણ સરેરાશ વોલ્યુમનની સામે નોંધપાત્ર ૨૫% વધારે વોલ્યુમ સાથે આવેલ આ કડાકો સૂચવે છે કે બિટકોઈન મંદીના ભરડામાં ફસાયેલો છે અને હવે તેના સેન્ટીમેન્ટ નબળા પડી રહ્યાં છે તેથી જ રોકાણકારો ગમે તે લેવલે વેચવાલી કરી રહ્યાં છે.

બિટકોઈનના કડાકા સાથે ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ ૨૪ કલાકમાં ૮% ઘટીને ૧.૦૪ લાખ કરોડ ડોલર પર પહોંચી છે. બિટકોઈનનો હિસ્સો ક્રિપ્ટો બજારના કુલ માર્કેટ કેપમાં ૦.૫૦% ઘટીને ૪૭.૨૦% થયો છે.

(8:10 pm IST)