Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

IPL ટીવી રાઇટ્‍સ ઉપર સોનીનો કબ્‍જો

૪૩,૨૫૫ કરોડ સુધી પહોંચી મીડિયા રાઇટ્‍સની કિંમત

નવી દિલ્‍હી,તા. ૧૩: સોનીએ ટીવી રાઇટ્‍સ માટે આઇપીએલની બોલી જીતી લીધી છે. મળતા અહેવાલો મુજબ IPLના મીડિયા રાઇટ્‍સ વેંચાઇ ગયા છે. ટીવી રાઇટ્‍સ ૫૭.૫ કરોડ રૂપિયા અને ડિજીટલ રાઇટ્‍સ રૂા. ૪૮ કરોડમાં વેંચાયા છે.જો કે સતાવાર જાહેરાત થઇ નથી પણ એ નક્કી છે કે આવતા ૫ વર્ષ સુધી IPLના દરેક મેચ સોની પીકચર્સ નેટવર્કની ચેનલ પર જ દેખાશે. ૨૦૨૩થી ૨૦૨૭ માટે મીડિયા રાઇટ્‍સની કિંમત રૂા.૪૩,૨૫૫ સુધી પહોંચી છે.
આઈપીએલના મીડિયા રાઈટ્‍સ ખરીદવા રવિવારથી કંપનીઓ વચ્‍ચે દોડધામ ચાલી રહી છે. પહેલા દિવસે ટીવી ઈન્‍ડિયા રાઈટ્‍સની એક મેચની બોલી ૫૭ કરોડ અને ડિજિટલની ૪૮ કરોડમાં રોકાઈ હતી. Cricbuzzના અહેવાલ મુજબ, બીજા દિવસે, એક કંપનીએ ૫૭.૫ કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીવી અધિકારોની હરાજી જીતી લીધી છે અને હવે આ કંપનીની નજર પણ ડિજિટલ અધિકારો પર છે. જોકે, હજુ સુધી કંપનીનું નામ જાહેર કરવામાં આવ્‍યું નથી, જેણે આ ટીવી રાઇટ્‍સ જીત્‍યા છે. તમને જણાવી દઈએ કે, IPLના મીડિયા અધિકારો માટે ૧૨ કંપનીઓએ ટેન્‍ડર ફોર્મ ખરીદ્યા હતા. હરાજીમાં બોલી લગાવવા માટે હવે ટેબલ પર સાત કંપનીઓ છે. વાયકોમ-રિલાયન્‍સ, ડિઝનીૅહોટસ્‍ટાર, સોની પિક્‍ચર્સ, ઝી ગ્રુપ, સુપરસ્‍પોર્ટ, ટાઈમ્‍સ ઈન્‍ટરનેટ, ફનએશિયા હરાજીમાં ભાગ લઈ રહ્યા છે.
આ વખતે મીડિયા અધિકારોને ચાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્‍યા છે, જેમાં પેકેજ A ભારતીય ઉપખંડના ટેલિવિઝન અધિકારો સાથે કામ કરે છે, જયારે પેકેજ B ડિજિટલ સ્‍પેસ અધિકારો સાથે કામ કરે છે. તે જ સમયે, પેકેજ સીમાં મહત્‍વપૂર્ણ મેચો માટે વિશિષ્ટ પ્રસારણ અધિકારો શામેલ છે, જયારે પેકેજ ડીમાં વિદેશી અધિકારોનો સમાવેશ થાય છે. આ સિવાય વીકએન્‍ડ ગેમ્‍સ, પ્‍લેઓફ અને ફાઈનલ માટે ખાસ કેટેગરી બનાવવામાં આવી છે. આ અંગે જય શાહે જણાવ્‍યું હતું કે આઈપીએલમાં વધુ બ્રોડકાસ્‍ટિંગ પાર્ટનર્સ હોય તે માટે આવું કરવામાં આવ્‍યું હતું.
મીડિયા રાઇટ્‍સ ખરીદનારી કંપનીઓ ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીની ત્રણ સિઝનમાં ૭૪-૭૪ મેચ મેળવી શકે છે. ૨૦૨૬ અને ૨૦૨૭માં મેચોની સંખ્‍યા ૯૪ સુધી પહોંચી શકે છે. કુલ ૪૧૦ મેચો માટે બોલી ચાલી રહી છે.

 

(4:26 pm IST)