Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમેરિકન ફેડરલ બેંકના નિર્ણય અને ક્રુડના ભાવ નકકી કરશે બજારની સ્‍થિતી

મોંઘવારીના આંક પર રહેશે નજર : આ અઠવાડીયે શેર બજાર સખળડખળ રહેવાની શકયતા

નવી દિલ્‍હી તા. ૧૩: આ અઠવાડીયે શેર બજારોની દિશા મે મહિનાના મુદ્રાસ્‍ફિતીના આંકડાઓ અને અમેરિકન ફેડરલ બેંકના વ્‍યાજ દરો અંગેના નિર્ણયો નકકી કરશે. આ ઉપરાંત વિદેશી ફંડસનું વલણ, રૂપિયાના ચડાવ-ઉતાર અને ક્રુડના ભાવ પણ બજાર માટે મહત્‍વપુર્ણ બનશે.

સ્‍વસ્‍તિકા ઇન્‍વેસ્‍ટમાર્ટ લીમીટેના રિસર્ચ હેડ સંતોષ મીણાએ કહ્યું કે બધાની નજર ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટીના ૧પ જૂનના નિર્ણય પર રહેશે. વધતી મોંઘવારી વચ્‍ચે વ્‍યાજ દરોડમાં આક્રમક વધારાનો ભય બજારમાંથી વ્‍યકત થઇ રહ્યો છે. બેંક ઓફ જાપાન પણ ૧૭ જૂને પોતાની ક્રેડીટ પોલિસી જાહેર કરશે.

મીણાએ કહ્યું કે વૈશ્‍વિક શેરબજારોમાં વેચવાલી વચ્‍ચે વિદેશી સંસ્‍થાગત રોકાણકારો (એફઆઇઆઇ) નું વલણ કેવું રહેશે તે જોવાનું મહત્‍વપૂર્ણ રહેશે. એફઆઇઆઇ સતત આઠ મહિનાથોી જોરદાર વેચવાલી કરી રહ્યું છે. ઘરેલું  મોરચાની વાત કરીએ તો ૧૩ જૂન ઉપરભોકતા મૂલ્‍ય સૂચકાંક (સીપીઆઇ) અને ૧૪ જૂને જથ્‍થાબંધ ભાવાંક (ડબલ્‍યુપીઆઇ) આધારીત મોંઘવારીના આંકડાઓ આવશે.

(3:28 pm IST)