Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈનને વધુ એક મોટો ફટકો : મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા : ED દ્વારા 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી : આજ 13 જૂન સુધીની કસ્ટડી પુરી થતા રાઉઝ એવન્યુ કોર્ટે મુદત લંબાવી

ન્યુદિલ્હી : દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ED દ્વારા 30 મેના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા 9 જૂને કોર્ટે તેમને 13 જૂન સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા હતા. આજે સમયમર્યાદા પૂરી થાય તે પહેલા ફરી એકવાર રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રાલય સંભાળતા સત્યેન્દ્ર જૈન વતી કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અંગેની સુનાવણી મંગળવારે સવારે 11 વાગે થશે. અગાઉ મંગળવારે, EDએ કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ દરોડામાં 2.85 કરોડ રૂપિયાની રોકડ અને 133 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 9 જૂને કોર્ટમાંથી બહાર નીકળતી વખતે સત્યેન્દ્ર જૈનની તબિયત પણ બગડી હતી, ત્યારબાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી સત્યેન્દ્ર જૈનનો સતત બચાવ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ તો ત્યાં સુધી કહ્યું છે કે તેમણે પોતે તમામ કાગળો જોયા છે અને સત્યેન્દ્ર જૈન નિર્દોષ છે. કેજરીવાલે જૈનને કટ્ટર ઈમાનદાર ગણાવ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(1:22 pm IST)