Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૯૯

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પડછાયો

‘‘અહંકારને કોઇ મારી ના શકે કારણે કે અહંકાર છે જ નહી. તે પડછાયો છે અને પડછાયાને તમે-મારીના શકો''

પડછાયા સાથે લડવુ પણ મુર્ખાઇ ગણાશે તમે કઇ રીતે જીતી શકો ? કારણ કે તેનું કોઇ અસ્‍તીત્‍વ જ નથી. અહંકાર પણ તેના જેવો જ છે.

અહંકાર પોતાની જાતનો પડછાયો છે જેમ શરીરને પડછાયો હોય છે તમે તેની સાથે લડી ના શકો અને મારી પણ ના શકો હકીકતમાં તો જે મારવા માગે છે તે પણ  અહંકાર જ છે.

જો તમારે પડછાયાને મારવો હોય તો પ્રકાશ લાવો અને પડછાયો અદ્રશ્‍ય થઇ જશે જાગૃતતા લાવો અને- અહંકાર અદ્રશ્‍ય થઇ જશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:24 am IST)