Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાજપ સામે વિપક્ષને એક કરવા માટે મમતાએ લીધી આગેવાની

રાષ્‍ટ્રપતિ ચૂંટણી નજીક આવતા પヘમિ બંગાળ મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ રણનીતિ બનાવાનું શરૂ કરી દીધું : ૨૨ દિગ્‍ગજોને આપ્‍યું આમંત્રણ : ૧૫ જૂને મહામંથન સોનિયા ગાંધીને પણ લખ્‍યો પત્ર

નવી દિલ્‍હી તા. ૧૩ : રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતા પヘમિ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ રણનીતિ બનાવાનું શરૂ કરી દીધું છે. તેને ધ્‍યાનમાં રાખીને બંગાળના મુખ્‍યમંત્રી ૧૫ જૂને દિલ્‍હીના કોન્‍સ્‍ટીટ્‍યૂશન ક્‍લબમાં વિપક્ષના મુખ્‍યમંત્રી અને નેતાઓ સાથે એક સંયુક્‍ત બેઠકમાં ભાગ લેશે. તેના માટે મમતાએ ૨૨ નેતાઓને પત્ર પણ લખ્‍યો છે.

તેમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરલના મુખ્‍યમંત્રી પિનરઈ વિજયન, ઓડિશાના મુખ્‍યમંત્રી નવીન પટનાયક, તેલંગણાના સીએમ ચંદ્રશેખર, તમિલનાડૂના સીએમ એમ કે સ્‍ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેન, પંજાબના સીએમ ભગવંત માનનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્‍યો છે.

એક નિવેદનમાં, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કહ્યું કે, આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, પヘમિ બંગાળના મુખ્‍યમંત્રીએ વિરોધ પક્ષોના મુખ્‍યમંત્રીઓને વિનંતી કરી છે અને નેતાઓનો સંપર્ક કરવામાં આવ્‍યો છે. તેમણે તમામ પ્રગતિશીલ વિપક્ષી દળોને ૧૫મી જૂનના રોજ બપોરે ૩ વાગ્‍યે કોન્‍સ્‍ટિટ્‍યુશન ક્‍લબ, નવી દિલ્‍હી ખાતે બેઠક યોજવા અને રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને ભવિષ્‍યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા આહ્વાન કર્યું છે.

આ પહેલા ગુરૂવારે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ૧૮ જુલાઈના રોજ થશે. ૪,૮૦૯ સાંસદો અને ધારાસભ્‍યો ધરાવતી ઈલેક્‍ટોરલ કોલેજ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

(10:13 am IST)