Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દેશમાં પત્‍નીના અત્‍યાચારથી ત્રાસીને દર વર્ષે ૧૫ હજારથી વધુ પતિઓ આપઘાત કરે છે

ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એકટના દુરૂપયોગના કારણે લગ્ન સંસ્‍થા જોખમમાં : વર્ષે ૭ લાખ છૂટાછેડા થાય છે

વડોદરા તા. ૧૩ : સ્ત્રીઓના સમાન હક્ક અને અધિકાર માટે અસ્‍તિત્‍વમાં આવેલ ‘ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ'નો મોટા પ્રમાણમાં દુરૂઉપયોગ થઇ રહ્યો છે, જેના પરિણામે હજારો પરિવાર બરબાદ થઇ રહ્યા છે. આ એક્‍ટના દુરુઉપયોગના કારણે લગ્ન સંસ્‍થા જોખમમાં મૂકાઇ છે અને પુરૃષો હવે લગ્ન કરતા પણ ગભરાઇ રહ્યા છે એટલે આ એક્‍ટમાં સુધારો જરૃરી બની ગયો છે એવી ચર્ચા તાજેતરમાં હૈદ્રાબાદ ખાતે મળેલા ‘મેરેજ સ્‍ટ્રાઇક સંમેલન'માં થઇ હતી.

ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટમાં સુધારાની માગ માટે મળેલા ‘મેરેજ સ્‍ટ્રાઇક સંમેલન'માં યુવાનોને લગ્નથી દૂર રહેવા અપીલ કરાઇ. આ સંમેલનનું આયોજન પુરૂષોના અધિકારો માટે લડતા જૂથ દ્વારા કરવામાં આવ્‍યુ હતું , જેમાં દેશના વિવિધ રાજયોમાંથી ૫૦૦થી વધુ મેન્‍સ રાઇટ્‍સ એક્‍ટિવિસ્‍ટં હાજર રહ્યા હતા. વડોદરાથી રોનક રાણા સહિતના પાંચ પ્રતિનિધિઓ પણ ત્‍યાં પહોંચ્‍યા હતા. રોનક કહે છે કે શ્નદ્વજી વર્ષે ભારતમાં ૭ લાખથી વધુ છૂટાછેડા થઇ રહ્યા છે.

ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ વિશ્વના લગભગ દરેક દેશમાં છે. ફરક એટલો છે કે વિદેશમાં આ એક્‍ટ હેઠળસ્ત્રી અને પુરૂષ બન્નેને સરખું રક્ષણ આપવામાં આવ્‍યું છે, જયારે ભારતમાં આ એક્‍ટ માત્ર સ્ત્રીઓની જ તરફેણ કરે છે. ઘરમાં સામાન્‍ય તકરારને મોટું સ્‍વરૃપ આપીને સ્ત્રીઓ ‘ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ'નામનું શસ્ત્ર ઉગામીને પતિ, સાસુ, સસરા અને નણંદને જેલમાં ધકેલી દે છે. પત્‍નીએ કરેલા આક્ષેપો સાચા છે કે ખોટા એ તપાસ કર્યા વગર જ જેવી ફરિયાદ નોંધાય તે સાથે જ પતિ અને તેના પરિવાર સામે પોલીસ કાર્યવાહી શરૃ કરી દે છે, પછી કોર્ટના ચક્કર ચાલુ થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી ખરાબ રીતે ભોગ બનતા હોય તો તે બાળકો છે. બાળકોની કસ્‍ટડી માટે પણ પતિએ લડવું પડે છે. ભરણ પોષણ આપીને પતિ આર્થિક કંગાળ થઇ થઇ જાય છે.આ સંમેલનમાં લગ્ન ઇચ્‍છુક યુવાનોને ડોમેસ્‍ટિક વાયોલન્‍સના દુરુઉપયોગની જાણકારી અપાઇ હતી અને જીવનને બરબાદ થતું અટકાવવા માટે લગ્નથી દૂર રહેવા પણ સલાહ અપાઇ છે'.

આ સંમેલનમાં રજૂ કરવામાં આવેલા નેશનલ ક્રાઇમ રેટ   બ્‍યૂરોના આંકડા મુજબ વર્ષ ૨૦૨૦માં આત્‍મહત્‍યાના કુલ ૧,૫૩,૦૦૦ બનાવ નોંધાયા હતા, જેમાંથી આશરે ૧,૦૮,૦૦૦ પુરૂષો હતા, જે પૈકી ૧૫૦૦૦ પુરૂષો એવા હતા જેમણે પત્‍ની અત્‍યાચાર, ડોમેસ્‍ટિક વાયોલન્‍સના ખોટા કેસ, પોતાના બાળકોને મળવા માટે રોક,પત્‍ની પક્ષ તરફથી મળતી ધમકીઓ જેવા કારણોથી આત્‍મહત્‍યા કરી હતી.

મેન્‍સ રાઇટ્‍સ એક્‍ટિવિસ્‍ટોની મુખ્‍ય માગણીઓ

૧) ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટમાંસ્ત્રી અને પુરૂષ બન્નેને સમાન રક્ષણ મળવું જોઇએ.

૨) જિંદગીભરની ખાધા ખોરાકીના બદલે લગ્ન જીવનના સમયગાળાને ધ્‍યાનમા રાખીને સમય સીમા નક્કી કરવી જોઇએ.

૩) ડોમેસ્‍ટિક વાયોલન્‍સના કેસમાં એનઆરઆઇ પુરૂષો માટે સ્‍પેશ્‍યલ કોર્ટ બનાવવી જોઇએ.

૪) છૂટાછેડા બાદ બાળકોનો અધિકાર મોટાભાગના કેસમાં માતાને સોંપવામાં આવે છે તેના બદલે શેર્ડ કસ્‍ટડી (સમાન ભાગીદારીથી પાલન પોષણ)ની વ્‍યવસ્‍થા હોવી જોઇએ.

     ૫)  ડોમેસ્‍ટિક વાયોલન્‍સનો કેસ ખોટો પુરવાર થાય તો કથિત પીડિત મહિલા સામે કડકમાં કડક કાર્યવાહીની જોગવાઇ હોવી જોઇએ.

(10:13 am IST)