Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જમ્‍મુ-કાશ્‍મીરના પુલવામાં પાકિસ્‍તાની સંગઠન લશ્‍કરએ તૈયબા સાથે જોડાયેલા ૩ આતંકવાદી ઠાર

એકે ૪૭ રાયલ પિસ્‍તોલ, દારૂ ગોળો સહિતનો મુદ્દામાલ જપ્‍ત

નવી દિલ્‍હી :  જમ્‍મુ કાશ્‍મીરના પુલવામાં સુરક્ષા દળની ટીમોને ભારે સફળતા મળી છે અને ૩ આતંકવાદીઓને ઠાક માર્યા છે.

પ્રાપ્‍ત વિગત અનુસાર જમ્મૂ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી સ્થાનિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને લશ્કર સાથે જોડાયેલા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે સુરક્ષાબળો સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદી સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

પુલવામામાં સુરક્ષાબળો સાથે અથડામણ દરમિયાન આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. કાશ્મીરના આઇજી વિજય કુમારે જાણકારી આપતાં કહ્યું કે આ ત્રણેય આતંકવાદી સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તેમાંથી એક આતંકવાદીની ઓળખ જુનૈદ શીરગોઝરીના રૂપમાં કરવામાં આવી છે જે જમ્મૂ કાશ્મીરના વિશેષ પોલીસ અધિકારી રેયાઝ અહમદ થોકરની હત્યામાં સામેલ હતો.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં અથડામણ દરમિયાન માર્યા ગયેલા અન્ય બે આતંકવાદીની ઓળખ પુલવામા જિલ્લાના નિવાસી ફાજિલ નજીર ભટ્ટ અને ઇરફાન આહ મલિકના રૂપમાં થઇ છે. પોલીસે જાણકારી આપતાં કહ્યું કે તેમની પાસેથી એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ, દારૂ ગોળા સહિત આપત્તિજનક સામગ્રી મળી આવી છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોનું શોઘખોળ અભિયાન ચાલું છે. 

(9:51 am IST)