News of Tuesday, 13th February 2018

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? આટલું જરૂર જાણજો

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે શું કરવું?

મુંબઇ તા. ૧૩ : ગત વર્ષે અનેક રોકાણકારોએ મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો રસ દાખવ્યો હતો. જો યોગ્ય ફંડ્સ પસંદ કર્યા હોય તો જ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ પર સારું રિટર્ન મળતું હોય છે. જો મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો તમારે કયાં ડોકયુમેન્ટ્સની જરૂરત પડશે અને રોકાણ માટે કઇ સ્કિમ પસંદ કરવી જોઇએં તે જાણવું જરૂરી છે. મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતા પહેલાં આટલું જાણી લો.

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે કેવાઇસી ફોર્મ ભરવું પડશે. કેવાઇસી ફોર્મ ઓનલાઇન પણ ભરી શકો છે. ફોર્મની સાથે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, લાઇટનું બિલ કે પછી બેન્ક સ્ટેટમેન્ટની કોપી આપવાની રહેશે. બાદમાં તમારે રજિસ્ટ્રાર કે પછી મ્યૂચ્યુઅલ ફંડ ઓફિસમાં પહેલું ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ જમા કરાવવું પડશે. મ્યૂચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં અમુક મ્યૂચ્યુઅલ ફંડ વેબસાઇટ્સ કે ડિસ્ટ્રીબ્યૂટર્સ પોતાના પ્લેટફોર્મ પર ઇ-કેવાઇસી પણ કરતા હોય છે.

પહેલી વખત રોકાણ કરતા રોકાણકારોએ પોતાનું લક્ષ્ય, જોખમ ક્ષમતા અને રોકાણ રાશીને ધ્યાનમાં રાખીને જ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી જોઇએ. તમે કોઇ ફાઇનાન્સિયલ પ્લાનર કે પછી ડિસ્ટ્રીબ્યૂટરની મદદ પણ લઇ શકો છે. પોતાના માટે રોકાણકારો એસેટ અલોકેશન પ્લાન પણ બનાવી શકે છે, જે તમને માર્ગદર્શન આપશે કે તમારે ઇકિવટી કે ગોલ્ડમાંથી કઇ એસેટ કલાસમાં કેટલું રોકાણ કરવું જોઇએં.

જો તમે ત્રણ વર્ષથી પણ ઓછા સમય માટે રોકાણ કરવા માગતા હોવ તો ડેટ આધારિત ફંડ્સ અથવા આર્બિટ્રાજ ફંડ્સ પસંદ કરવા. ત્રણથી પાંચ વર્ષ માટે હાઇબ્રિડ ફંડ્સ સારા હોય છે, જેમાં ડેટ્સ અને ઇકિવટીના ફંડ્સ મિકસ હોય છે. જો તમારો લક્ષ્ય ૫-૭ વર્ષનો હોય તો ઇકિવટી ઓરિયેન્ટેડ મ્યૂચ્યુઅલ ફંડ્સ જેવા વધુ જોખમવાળા ફંડ્સ વિશે વિચાર કરી શકો.

એક રોકાણકાર તરીકે તમે ફંડ હાઉસ પર ભરોસો કરતા હોવ છો કે તે તમારી કમાણીને સારી રીતે મેનેજ કરશે. તેવામાં ફંડ હાઉસ અને સ્કીમની પસંદગી કાળજીપૂર્વક કરવામાં આવે તે મહત્વનું છે. રોકાણકારોએ જાણકારી મેળવી લેવી જોઇએં કે તમે જે ફંડ હાઉસ અને સ્કીમ પસંદ કરો છો તેનું પર્ફોર્મન્સ ભૂતકાળમાં કેવું રહ્યું હતું? ફંડ મેનેજરની હિસ્ટ્રી, મેનેજમેન્ટ ટ્રેક રેકોર્ડ અને પર્ફોર્મન્સ પર પણ નજર નાખવી જોઇએં.

જો કે મ્યૂચ્યુઅલ ફંડનું પ્રીવિયસ પર્ફોર્મન્સ તેના ભવિષ્યના પર્ફોર્મન્સ કે રિટર્નના સંકેત રૂપે નથી હોતું, પરંતુ વેલ્થ મેનેજર્સનું કહેવું છે કે રોકાણકારે સ્કીમના ૩, ૫ અને ૧૦ વર્ષના લોન્ગ-ટર્મ પર્ફોર્મન્સને જોવું જોઇએં. પોતાના બેન્ચમાર્કની સરખામણીએ સારું પર્ફોર્મન્સ કર્યું હોય તેવા ફંડ્સ પસંદ કરવા જોઇએ. પોતાના બેન્ચમાર્કને સતત ટક્કર આપતી હોય તેવા ફંડ હાઉસ સારા ફંડ મેનેજમેન્ટ અને એફિશંટ પ્રોસેસનો સંકેત આપતા હોય છે.

(4:39 pm IST)
  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી. access_time 11:50 pm IST

  • પત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST