Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

'પત્નીને મુકીને વિદેશ ભાગી જનારા NRI પતિ 'ભાગેડુ' ગણાશે'

સરકાર કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરમાં બદલાવ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૧૩ : ઘણાં એવા કેસ સામે આવતા હોય છે જેમાં NRI યુવકો લગ્ન કરીને પત્નીને ભારતમાં મુકીને પાછા જતા રહેતા હોય છે. આવા લોકો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી સરકારે કરી લીધી છે. સરકાર કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર(CRPC)માં બદલાવ કરવાની તૈયારીમાં છે.

પત્નીને ભારતમાં મુકીને વિદેશ જતા રહેનારા અને કોર્ટના સમન પછી પણ ૩ વખત સુધી હાજર ન થનારા પતિને ભાગેડુ જાહેર કરવામાં આવશે. આટલું જ નહીં, ભારતમાં પતિ અને તેના પરિવારની સંપત્ત્િ।ને પણ સીલ કરી શકાય છે.

કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રાલય દ્વારા બાળ યૌન શોષણ અટકાવવા માટે પણ અમુક કડક પગલાં લીધા છે. CRPCમાંબદલાવ પછી યૌન શોષણના ૧ વર્ષ પછી પણ FRI દાખલ કરાવી શકાશે. જો યૌન શોષણ બાળપણમાં થયું હશે અને પીડિત વર્તમાનમાં વયસ્ક હશે તો પણ કેસ ફાઈલ કરી શકાશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, એવું જોવા મળે છે કે વિદેશમાં વસેલા પતિ લગ્ન પછી પત્નીને અહીં મુકવાના આરોપમાં ઘણી વાર કોર્ટની નોટિસ પછી પણ હાજર નથી થતા. આ વસ્તુ રોકવા માટે આવા લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવશે અને વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ભાગેડુની યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવશે.

યૌન શોષણના કાયદામાં બદલાવ વિષે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, બાળપણમાં આવી કોઈ ઘટનાનો શિકાર બનેલ વ્યકિત જો વયસ્ક થયા પછી પણ ન્યાય ઈચ્છે તો તેને પૂરો અધિકાર છે. અમારો ઉદ્દેશ્ય છે કે દરેક પીડિતને ન્યાય મળવો જોઈએ.

(4:22 pm IST)