Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કૈલાશ પર્વત ઉપર ધ્યાન મુદ્રામાં ભગવાન શંકરની આકૃતિઃ ગુગલની પુષ્ટી, નાસા પણ અચંબીત

નવી દિલ્હીઃ ભગવાન શિવના અલૌલિક દર્શન માટે દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ કૈલાશ માનસરોવરની પવીત્ર યાત્રાઓ જાય છે. ભગવાન શિવમાં આસ્થા રાખનારા લોકો ભગવાન શિવ સાથે દેવી- દેવતાઓમાં પણ અતુટ શ્રધ્ધાભાવ ધરાવે છે. પણ એક ખબર એવી આવી છે કે નાસા પણ હવે ભગવાન શંકર ઉપર વિશ્વાસ કરતા થયા છે.

એવું માનવામાં આવે છે કે કૈલાશ માનસરોવર ખાતે ભગવાન શિવનો વાસ છે. ત્યાં જનારા દરેક શ્રધ્ધાળુને શંકર ભગવાનની અસીમ કૃપા અને શકિત પ્રાપ્ત થાય છે. હકીકતમાં કૈલાશ પર્વત પરની અમુક એવી તસ્વીરો સામે આવી છે. જે જોયા બાદ નાસા પોતે પણ અચંબીત થઈ ગયુ છે.

થોડા સમય પહેલા કૈલાશ પર્વતની કેટલીક તસવીરોમાં ભગવાન શિવની આકૃતિ ચોખ્ખી જોઈ શકાય છે. આ તસવીરો જોતા એવું લાગે છે કે જાણે ભગવાન શંકર આખા વિશ્વને દર્શન આપી રહયા છે. બરફની મોટી ચાદરમાં લપેટાયેલ કૈલાશ ઉપર ભગવાન શિવને ચોખ્ખા જોઈ શકાય છે. સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલ આ તસ્વીરોને ગુગલ અને નાસાએ પણ સ્વીકારી છે.

કૈલાશ પર આ તસવીરો ગુગલ અર્થ દ્વારા લેવામાંઆવી છે. જે માનવા માટે બીજા કોઈ પુરાવાની જરૂર નથી. એમાં કોઈ શંકા નથી કે આજે પણ ભગવાન શંકર કૈલાશ પર્વત ઉપર આરાધના અને ધ્યાન કરે છે.

(3:45 pm IST)