Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સંત વેલેન્ટાઈનની યાદમાં વેલેન્ટાઈન ડે મનાવાય છે

દુનિયામાં પ્રેમ જેવું કોઇ મજબુત બંધન નથી : લાકડાને કોરી નીકળી જતો ભમરો કમળને કાપતો નથી કેમ કે, તેની ઉપર તેને પ્રેમ છે : સંબંધોને વધારે મહત્વ

નવી દિલ્હી, તા.૧૩ : ૧૪મી ફેબ્રુઆરી એટલે કે  આવતી કાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવનાર છે. ૧૪મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પોતાની મનથી માનેલી પ્રેમિકાને પોતાનો પ્રેમનો સંદેશો પહોંચાડે છે. પ્રેમ જેવું કોઇ મજબુત બંધન નથી. લાકડાને કોરીને નીકળી જતો ભમરો કમળને કાપતો નથી કેમ કે, તેની પર તેને પ્રેમ છે.આ પ્રેમના દિવસની ઉજવણી કરનાર પ્રેમીઓને ભાગ્યે જ ખ્યાલ હશે કે જેના નામ પર તેઓ આ દિવસ ઉજવી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કેડ સુધી જમીનમાં દાટીને પથ્થર મારીને મારી નાંખવાની સજા ફરમાવવામાં આવી હતી. પ્રાચીન રોમમાં ઇ.સ.૨૬૯માં ક્લોડિયસ દ્વિતિય નામે એક સમ્રાટ થઇ ગયો. તેને વિશ્વ વિજય કરવાની અપેક્ષા હતી. જેથી તે સેનામાં યુવાનોની મોટાપાયે ભરતી કરવા ઇચ્છતો હતો પણ તેણે એવું અનુભવ્યું કે, પરણિત પુરૂષો લશ્કરમાં જોડાવાથી સંમત થતા નથી. કુટુંબ પ્રત્યેનો પ્રેમ તેમાંય ખાસ કરીને પોતાની સુંદર યુવાન પત્ની પ્રત્યેનો પ્રેમ યુવાનને લશ્કરમાં જોડાતા અટકાવે છે. પ્રેમનુંબંધન યુવાનો તોડી શકતાનથી. તેથી તે સમ્રાટે લગ્નકરવા પર પ્રતિબંધ ફરમાવ્યોહતો.પરસ્પર પ્રેમથી બંધાયેલા અથવા તો જેમની સગાઇ નક્કી થઇ ચુકેલી છે તેવા યુવાનોએ તે સમયના ચર્ચના પાદરી સંત વેલેન્ટાઇનનો સંપર્ક સાધ્યો. જગતમાં શાંતિનો સંદેશો આપનાર આ સંતનું હૃદય સમ્રાટના આ ક્રુર હુકમને કારણે યુવાનોની બનેલી દયાજનક સ્થિતિમાં દ્રવી ગયું અને તેમણે સમ્રાટની જાણ બહાર યુવાનોના લગ્ન ચર્ચમાં કરી આપવાનું શરૂ કર્યું હતું. આખરે જે બનવાનું હતું તે જ બન્યું. સમ્રાટના કેટલાક ઇર્ષાળુ દરબારીઓએ સેન્ટર વેલેન્ટાઇનના આ કાર્યથી સમ્રાટને માહિતી આપી દીધીહતી.વેલેન્ટાઇનની ધરપડ કરવામાં આવી અને તેને કેડ સુધી દાટી પથ્થરો મારીને મારી નાંખવાની સજા ફરમાવાઇ હતી. તમામ યુવાન પ્રેમી હૈયાઓને લગ્નના સૂત્રથી બાંધનાર આ અત્યંત કૃપાળુ સંતની ૧૪મી ફેબ્રુઆરીના રોજ હત્યા કરીને તેનું મસ્તક ધડ પરથી કાપી લેવાયું હતું ત્યારે ઇ.સ. ૨૬૯ ચાલતી હતી ત્યારથી પ્રેમીઓ પર પ્રેમ રાખનાર આ સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરી ૨૭૦થી આ દિવસને પ્રેમના પ્રતિક તરીકે  વેલેન્ટાઇનડે તરીકે ઉજવવામાં આવે છે.

(12:45 pm IST)