News of Tuesday, 13th February 2018

વૈજ્ઞાનિકોએ કાગળથી પણ ૧ લાખ ગણું પાતળું મટિરિયલ બનાવ્યું

IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકોની કમાલ

નવી દિલ્હી તા. ૧૩ : કાગળના એક પેપરની શીટથી પણ પાતળી વસ્તુ વિશે વિચારી શકો છો? તમને વિચારી પણ નહીં શકો પરંતુ વૈજ્ઞાનિકોએ કાગળની શીટથી ૧ લાખ ગણું પાતળું મટીરિયલ શોધી કાઢ્યું છે.

આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચરોએ કાગળની શીટ કરતા ૧ લાખ ગણું નાનું અને એક નેનો મીટરનું મટીરિયલ તૈયાર કર્યું હોવાનો દાવો કર્યો છે. આ ૨ઝ્ર મટીરિયલને પહેલીવાર મધપૂડાની બનાવટના આધાર પર મેગ્નેશિયમ ડાઈબોરાઈડના ઉપયોગથી બનાવાયું છે.

આ પહેલા વૈજ્ઞાનિકોએ સિંગલ પરમાણું-જાડું ગ્રેફેન બનાવ્યું હતું, જે કાર્બનનું ૨ઝ્ર સ્વરૂપ છે. જેની શોધે ૨૦૧૦માં ફિઝિકસ નોબેલ પ્રાઈઝ જીત્યો હતો. જોકે તમે વિચારી રહ્યા હશો કે આવા પાતળા મટીરિયલની તાકાત ઓછી હશે, પણ તે દેખીતી રીતે અનન્ય ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ તરીકે ગ્રેફાઈટ સ્ટીલ કરતા ૨૦૦ ગણું વધારે મજબૂત હોય છે. રિસર્ચની શોધ કૃત્રિમ સામગ્રીમાંથી વિવિધ ઘટકોમાંથી નવી ૨ ડી સામગ્રીને ગ્રેફિનની જેમ બનાવવાનું હતું.

આઇઆઇટી ગાંધીનગરના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નેનોશીટ્સ મધપૂડાના આકારમાં ગોઠવાયેલા બારોન પરમાણુથી બને છે.

આ મામલે આઈઆઈટી ગાંધીનગરના કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ડો. કબીર જાસુજાએ ઈન્ડિયા સાયન્સ વાયર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'અમે એક અત્યંત સરળ પદ્ઘતિ દ્વારા બેરોન-સમૃદ્ઘ નેનોસેટ્સ તૈયાર કર્યા હતા, જે ફકત પાણીમાં બોરાઈડ સંયોજનને વિસર્જન કરે છે અને તે માત્ર યોગ્ય સમયગાળા માટે જ રિસાઈકલાઈઝ કરવા દે છે,' તેમણે આગળ જણાવ્યું, સમાન પ્રકારના નેનોમટિરિયલ્સ તૈયાર કરવા માટેની અન્ય પદ્ઘતિઓ વરાળ તબક્કામાંથી પસાર કરીને સબસ્ટ્રેટ થાય છે. જે ખૂબ ખર્ચાળ છે અને તે કાર્યક્રમોને મર્યાદિત કરે છે. 'ટીમના પ્રયત્નોને કેમફીશકેમમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.'(૨૧.૬)

વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન બોર્ડ (એસઇઆરબી) હેઠળ ફાસ્ટ ટ્રેક રિસર્ચ ગ્રાન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુવા વૈજ્ઞાનિકોને સંશોધન માટે ફંડ અપાયું આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઈન્સ્પાયર ફેકલ્ટી એવોર્ડ રીસર્ચ ગ્રાન્ટ અને આઇઆઇટી ગાંધીનગરથી પણ ફંડીંગ આપવામાં આવ્યું હતું. સંશોધકો મુજબ આ શોધથી આપણા જીવન ધોરણની કવોલિટીમાં સુધારો થશે સાથે જ પર્યાવરણને સહાયરૂપ થશે.

(10:44 am IST)
  • છત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST

  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST

  • રીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST