News of Saturday, 13th January 2018

અત્યાર સુધીના ૧૦ સૌથી અમીર લોકોમાં બાદશાહ અકબરનું પણ નામ

અકબરનો ખજાનો દુનિયાની જીડીપીનો ૨૫ ટકા હિસ્સો

નવી દિલ્હી તા. ૧૩ : ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો ૧૦ જાન્યુઆરીએ જાહેર કરાયેલી બ્લૂમબર્ગના અબજપતિઓની યાદીમાં ૨૦માં ક્રમે સમાવેશ કરાયો, પણ શું તમે જાણો છો કે એક ભારતીય વિશ્વના ૧૦ સર્વકાલીન ધનિકોમાં પણ સામેલ છે. જી હાં, મુગલ બાદશાહ અકબરનું નામ ઇતિહાસના ૧૦ સૌથી ધનિક લોકોમાંથી એક છે.

 

૨૦૧૫માં ટાઇમના મની મેગેઝિને વ્યકિતગત સંપત્ત્િ।ની દેશની જીડીપી સાથે સરખામણી કરતી એક યાદી બનાવી હતી. તે માટે ઘણા અર્થશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, અકબરના ખજાનામાં દુનિયાની કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો હતો.

બજેટની તૈયારીમાં લાગેલી સરકાર ટેકસબેસ વધારવાની તૈયારીમાં છે. આ મામલે નાણાપ્રધાન અરુણ જેટલી અકબરમાંથી પાઠ ભણી શકે છે. અભ્યાસ મુજબ મુગલ લોકો પાસેથી પૈસા એકત્રિત કરવામાં ખૂબ માહેર હતા. એવું પણ અનુમાન લગાવાયું છે કે, અકબર રાજમાં ભારતની વ્યકિતદીઠ જીડીપી ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ શાસન જેટલી હતી.

જોકે અલગ અલગ સમયના લોકોની તુલના પર વિવાદ થઈ શકે છે, પરંતુ રિસર્ચની જાણકારીઓ ખૂબ દિલચસ્પ છે. ઉદાહરણ તરીકે અત્યાર સુધીના સૌથી ધનિક વ્યકિત કિંગ માનસા મૂસાને બતાવાયો છે અને તેની સંપત્ત્િ। વિશે કહેવાયું છે કે, તે એટલો અમીર હતો કે તેની વ્યાખ્યા પણ થઈ શકતી નથી. તે ટિમ્બકટુ (હાલ માલી)નો રાજા હતો.

રોમન સામ્રાજયના જનક અને તે પહેલાં સમ્રાટ ઓગસ્ટ સીઝરને બીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એકસમયે તેની સંપત્તિ તેના સામ્રાજયની કુલ સંપત્તિનો ૨૦ ટકા હિસ્સો હતો. આ યાદીમાં બિલ ગેટ્સનું નામ પણ સામેલ છે.

(9:51 am IST)
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST