Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ડોલરની સામે રૂપિયામાં ફરી એકવાર મજબૂત સ્થિતિ રહી

ડોલર સામે રૂપિયો ૬૩.૬૪ની સપાટી ઉપર રહ્યો : આ વર્ષે રૂપિયામાં હજુ સુધી ૦.૪ ટકા સુધીનો ઉછાળો

મુંબઇ,તા. ૧૨ : ડોલરની સામે રૂપિયામાં આજે મજબુતી જોવા મળી હતી. ચાવીરૂપ માઇક્રો ઇકોનોમિક ડેટા જારી કરવામાં આવે તે પહેલા જ અમેરિકી ડોલરની સામે રૂપિયામાં તેજી રહેતા કારોબારી ખુશ દેખાયા હતા. રૂપિયો આજે ગુરૂવારના ૬૩.૬૭ની સામે આજે ૦.૦૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ડોલરની સામે રૂપિયો ૬૪.૬૪ની સપાટી પર રહ્યો હતો. રૂપિયો સવારે ૬૩.૬૭ની સપાટી પર ખુલ્યો હતો. ત્યારબાદ ક્રમશ હાઇ અને લો સપાટી ૬૩.૪૮ અને ૬૩.૭૨ રહી હતી. આ વર્ષે હજુ સુધી રૂપિયા ૦.૪ ટકાનો ઉછાળો મેળવી લીધો છે જ્યારે વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને બોન્ડમાં ક્રમશઃ ૩૪૧.૩૦ અને ૩૩૩.૯૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. વર્ષ ૨૦૧૭માં રૂપિયામાં ૬.૩૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે સેંસેક્સમાં ૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઇક્વિટી અને ડેબ્ટમાં ક્રમશઃ ૭.૭૩ અબજ ડોલર અને ૨૩.૨૭ અબજ ડોલરનું રોકાણ કર્યં હતું. એશિયન કરન્સીમાં આજે તેજી રહી હતી. કારણ કે ડોલરમાં કડાકો બોલ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેંક તરફથી સંકેત આપવામાં આવ્યા બાદ ડોલરમાં ઘટાડો થયો હતો. જાપાની યેનમાં ૦.૨૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આઈઆઈપીના આંકડા જારી કરવામાં આવે તે પહેલા રૂપિયામાં મજબૂતી રહી હતી. આજે કારોબાર દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૧ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. આજે શેરબજારમાં તેજીમાટે કેટલાક કારણો રહ્યા હતા.

(8:00 pm IST)