Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ટેકિનકલ ક્ષેત્રે ડીગ્રીનો અભ્યાસ કરતા ૫૦% વિદ્યાર્થીઓ નોકરી માટે અયોગ્ય

નોકરીઓની ભરમાર પરંતુ વિદ્યાર્થીઓમાં સ્કિલના અભાવે રીક્રુટ નથી કંપનીઓ : વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટસ જવાબદારઃ ફકત પેકેજની ચિંતા તે માટે જરૂરી જ્ઞાનની ભૂખ નહીં: જ્યારે ઇચ્છિત જોબ માટે વિદ્યાર્થી પાસે યોગ્ય સ્કિલ નથી હોતી

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાત ટેકિનકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રત્યેક બેમાંથી એક જ વ્યકિતને જોબ મળે છે અને આશ્યર્ય વચ્ચે તેનું કારણે નોકરી કે રોજગારની અછત નહીં પરંતુ શિક્ષકો, નિષ્ણાંતો અને ણ્ય્ મેનેજર્સના મુજબ આ માટે બીજા જ ઘણા ફેકટર જવાબદાર છે. જેવા કે, વિદ્યાર્થીઓની વધુ પડતી અપેક્ષાઓ, તેમની નોકરી કરવાની ક્ષમતાઓ, કોમ્યુનિકેશન અને સોફટ સ્કિલની ઉણપ તેમજ શિક્ષકો તથા શિક્ષણની કથડતી જતી સ્થિતિ.

આંકડાકીય ડેટા મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭માં GTUની અંતર્ગત આવતા જુદા જુદા કોર્સમાં કુલ ૧૫,૦૨૦ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૧૧,૨૩૧ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. અને તેમાં પણ AICTEના ડેટા મુજબ મત્ર ૫,૩૨૨ જેટલા વિદ્યાર્થીઓને જ જોબ મળી શકે છે. એટલે કે ફકત ૫૦% વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શકે છે. આવું પાછલા પાંચ વર્ષનો ડેટા કહે છે.

SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના પ્રિન્સિપલ કે.એન. પટેલ કહે છે કે, 'સૌથી પહેલા તો પેરેન્ટ્સ જ તેમના બાળકોના શૈક્ષણિક કરિયરને લઈને સિરિયસ નથી હોતા. હાલના વર્ષોમાં આવતા વિદ્યાર્થીઓ પૈકી ખૂબ જ થોડા એવા હોય છે જેઓ ભવિષ્યને લઈને કોઈ ચોક્કસ લક્ષ્ય ધરાવતા હોય છે. તો સામે શિક્ષકોનું પણ સ્તર કથડ્યું છે, તે લોકો પણ તેટલા કવોલિફાઇડ નથી હોતા.'

'આજકાલ વિદ્યાર્થીઓ ફકત વધુ પેકેજની જોબને જ પ્રાયોરિટી આપે છે અને તેના માટે જરુરી નોલેજ તેમની પ્રાયોરિટીમાં હોતું નથી. જો કોઈ એવું કહેતા હોય કે માર્કેટમાં જોબ નથી તો હું તે માનવા તૈયાર નથી. ઘણી કંપનીઓ અમારી પાસે આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અપેક્ષા પર ખરા ઉતરતા નથી.'

LJ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ડિરેકટર મનિષ ગેહવર કહે છે કે, 'માર્કેટમાં તો ઘણી જોબ્સ છે પંરતુ વિદ્યાર્થીઓ તે સ્વીકારવા તૈયાર નથી કેમ કે કેટલીક જોબ એટલી એટ્રેકિટવ નથી હોતી તો કોઈમાં પૈસા ઓછા હોય છે. જયારે અહીં તો વિદ્યાર્થીઓ પહેલાથીજ વિચારી રાખ્યું હોય છે કે મારે આવી જ હાઈપ્રોફાઇલ જોબ કરવી છે.'

જો બીજીબાજુ આવી જોબ ઓફર આવે તો તેને ક્રેક કરવા જેટલી સ્કિલ પણ વિદ્યાર્થીઓમાં નથી હોતી. આ ઉપરાંત આપણા શિક્ષણ અને માર્કેટ રિકવાયરમેન્ટ વચ્ચે ઘણો તફાવત હોય છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે બીજો પ્રોબ્લેમ કોમ્યુનિકેશન સ્કિલનો છે. આ કારણે ઘણી ગ્લોબલ કંપનીઓ આવે છે પરંતુ સ્ટુડન્ટને તેટલી માત્રામાં હાયર કરતી નથી.

ગુજરાત ટેકિનકલ યુનિવર્સિટીએ જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં માસ ઓપનિંગ માટે અનેક પ્લેસમેન્ટ ડ્રાઇવ ચલાવી છે. જેને કોલેજ સ્તરે મેનેજ કરવામાં આવે છે. GTUના ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના ઇનચાર્જ, શ્વેતા બામ્બુવાલા કહે છે કે, 'પ્લેસમેન્ટને અનેક જુદા જુદા ફેકટર અસર કરે છે. જેમાં વિદ્યાર્થીઓને કવોલિટી, ઇકોનોમિક સાઇકલ, પ્રીફર્ડ જોબ લોકેશનની શરતો, વિદ્યાર્થીઓનો સ્કિલસેટ. આ બધા કારણે ઘણી કંપની હવે રિક્રુટમેન્ટ માટે આવતી જ નથી. જોકે અમે વધુને વધુ સેમિનાર થાય અને વિદ્યાર્થીઓમાં સોફટ સ્કિલ વિકસે તે માટે યુનિવર્સિટી સ્તરે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.'

જયારે તાજેતરમાં MCAની ડિગ્રી મેળવનાર અને કોલેજ પ્લેસમેન્ટમાં રીજેકટ થનાર એક વિદ્યાર્થીએ કહ્યું કે, 'કોલેજ અમારી પાસેથી લાખોની ફી લે છે ત્યારે અમને પ્રોપર ટ્રેનિંગ આપવી અને માર્કેટમાં જે ફયુચર છે તેનું જ્ઞાન આપવું તે કોલેજની જવાબદારી છે. કંપનીઓને કેવા મેન પાવરની જરુર છે અને કયા પ્રકારના સ્કિલ સેટની જરુર છે તેમની કોલેજને ખબર હોવી જોઈએ અને તે પ્રકારે સ્ટુડન્ટને ટ્રેનિંગ આપવી જોઈએ.'

એક મોટી પ્રાઇવેટ કંપનીમાં આસિ. HR મેનેજર અને રિક્રુટમેન્ટનું કામ કરતા ભરત ધનેશ્વરી કહે છે કે, 'વિદ્યાર્થીઓએ મુખ્ય તો પોતાના ફંડામેન્ટલ સબ્જેકટમાં સારુ એવું જ્ઞાન હોવું જોઈએ. તે માટે ફકત કોલેજ કે ચોપડી જ નહીં બહારથી પણ નોલેજ એકવાયર કરવું જોઈએ. આ સાથે ઇન્ટર્વ્યુમાં સફળતા માટે પોઝિટિવ એટિટ્યુટ અને યોગ્ય કોમ્યુનિકેશન સ્કિલ મેળવવી જોઈએ.'

(4:15 pm IST)
  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST