News of Friday, 12th January 2018

મારી સાથે સાધારણ કેદી જેવો વર્તાવ થાય છેઃ લાલુએ જ્જને કરી ફરિયાદ

રાંચી : રાજકીય કેદીઓને સામાન્ય રીતે જેલમાં કેટલીક ખાસ સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ આવી ઉદારતા લાલુપ્રસાદના સંદર્ભમાં આપવામાં આવતી નથીઃ રાંચીની જેલમાં બંધ લાલુ યાદવને એક સાધારણ કેદીની જેમ જ રહેવુ પડે છેઃ જેની ફરિયાદ તેમણે સીબીઆઇના સ્પે.જ્જને કરી છેઃ સુનાવણી દરમિયાન લાલુનો ચહેરો હસતો હતોઃ જયારે જ્જે લાલુને જેલની મુશ્કેલી અંગે પુછયુ તો લાલુએ પોતાના અંદાજમાં ફરિયાદ કરી કે જેલ તંત્ર મને પક્ષના કાર્યકરો અને અન્ય લોકોને મળવાની પરવાનગી ની આપતુઃ આ અંગે જ્જે કહ્યુ હતુ કે, આવનારને જેલના નિયમોનુ પાલન કરવાનુ હોય છેઃ જ્જે કહ્યુ હતુ કે નિયમો બધા માટે સરખા હોય.

(10:03 am IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST