Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

હજુ પણ દેશના અમુક રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે આરએસએસમાં જોડાવા ઉપર પ્રતિબંધ યથાવત : હરિયાણા સરકારે પ્રતિબંધ હટાવ્યો પરંતુ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં પ્રતિબંધ ચાલુ

ન્યુદિલ્હી : હરિયાણા સરકારે સરકારી કર્મચારીઓ માટે આરએસએસમાં જોડાવા ઉપર પ્રતિબંધ ઉઠાવી લીધો છે. પરંતુ દેશના અમુક રાજ્યોમાં હજુ પણ સરકારી કર્મચારીઓ માટે આરએસએસમાં જોડાવા ઉપર પ્રતિબંધ છે.

આ રાજ્યોમાં જમ્મુ કાશ્મીર તથા રાજસ્થાનનો સમાવેશ થાય છે. જ્યાં આરએસએસમાં જોડાનાર સરકારી કર્મચારીને  નોકરીમાંથી બરતરફ કરી દેવાની જોગવાઈ છે.એટલુંજ નહીં જો સરકારી કર્મચારી સોશિઅલ મીડિયામાં પણ તેના વિષે કઈ લખે તો તેના ઉપર કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

રાજસ્થાનમાં આરએસએસ ઉપરાંત જમિયતે ઇસ્લામ સહીત 17 સંગઠનોમાં જોડાવા ઉપર સરકારી કર્મચારી માટે પ્રતિબંધ છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)