Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

POCSO કેસમાં પીડિતાને રક્ષણ આપવાના કાયદા માત્ર કાગળ ઉપર છે : બળાત્કારના આરોપી તથા તેના પરિવાર દ્વારા મળી રહેલી ધમકીઓ અનુસંધાને મદ્રાસ હાઇકોર્ટ ખફા : પીડિતા તથા તેના પરિવારને રક્ષણ આપવા પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના

ચેન્નાઇ : POCSO કેસમાં બળાત્કારના આરોપી તથા તેના પરિવાર દ્વારા મળી રહેલી ધમકીઓ અનુસંધાને રક્ષણ આપવા પીડિતાના પરિવાર દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં કરાયેલી અરજીના અનુસંધાને નામદાર કોર્ટે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે POCSO કેસમાં પીડિતાને રક્ષણ આપવાના કાયદા માત્ર કાગળ ઉપર જ હોય તેવું જણાય છે.

નામદાર કોર્ટે પીડિતા તથા તેના પરિવારને રક્ષણ આપવા પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી. આરોપી પીડિતાના પરિવારનો સબંધી છે. જે હાલમાં મુક્ત છે.તે તથા તેના પરિવાર દ્વારા અવાર નવાર મળી રહેલી ધમકીઓથી તંગ આવેલા પરિવાર પોલીસ સમક્ષ રજુઆત કરી હતી પરંતુ કઈ પરિણામ નહીં મળતા તેમણે મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)