Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ચક્કાજામ કરવું એ ગુનો છે ? : મુસ્લિમ સ્ટુડન્ટ્સના વ્હોટ્સ એપ ગ્રુપમાં જોડાવું તે આતંકવાદ છે ? : UAPA હેઠળ ધરપકડ કરાયેલા સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ ઉંમર ખાલિદની જામીન અરજીમાં વકીલની દલીલો

ન્યુદિલ્હી :  UAPA હેઠળ ધરપકડ કરાયેલા સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ ઉંમર ખાલિદની જામીન અરજી માટે તેના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે ચક્કાજામ કરવું એ ગુનો છે ?.મુસ્લિમોના વ્હોટ્સ એપ ગ્રુપમાં જોડાવું તે આતંકવાદ છે ? .દિલ્હી પોલીસે ધરપકડ કરેલા તમામ આરોપીઓ ઉપર એકસરખી કલમ લગાવી સંવેદના ગુમાવી દીધી છે.

વરિષ્ઠ વકીલ ત્રિદીપ પાયસે વધારાના સત્ર ન્યાયાધીશ અમિતાભ રાવત સમક્ષ દલીલ કરી હતી કે ફરિયાદીની એફઆઈઆરમાં દરેક આરોપીને એક જ બ્રશથી ચિતરવાની ઈચ્છા જણાય છે.

વકીલે ઉંમર ખાલિદ ઉપર લગાવાયેલા જુદા જુદા 17 આરોપોની છણાવટ કરતા જણાવ્યું હતું કે આ આરોપો પૈકી કોઈપણ આરોપ  UAPA હેઠળ ધરપકડ કરવા લાયક નથી. 17 પૈકીના અડધા ઉપરાંતના એટલેકે 10 આરોપો પોલીસના મગજની પેદાશ માત્ર છે. જેને તેઓ ષડયંત્ર ગણાવે છે. જે માટે તેમણે ચક્કાજામ વ્હોટ્સ એપ ગ્રુપ સહિતના આરોપોની છણાવટ કરી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:12 pm IST)