Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

બેંગ્લોરના ૩ કોન્ટ્રાક્ટરો ઉપર આવકવેરા તંત્ર ત્રાટક્યું : ૭૫૦ કરોડનું જંગી બિનહિસાબી નાણું ઝડપાયું

સિંચાઈ અને હાઇવે પ્રોજેક્ટ્સમાં સંકળાયેલા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ત્રણ કોન્ટ્રેક્ટરોના કિસ્સામાં આવકવેરા વિભાગે સર્ચ અને જપ્તી કામગીરી હાથ ધરી હતી.  ૭ ઓક્ટોબરથી શરૂ થયેલ ઓપરેશન ૪ રાજ્યોમાં ફેલાયેલા ૪૭ સ્થળોએ હાથ ધરવામાં આવી છે
જાણવા મળ્યું હતું કે આ ત્રણ જૂથો બોગસ ખરીદીનો આશરો લઈને તેમની આવક દબાવવામાં સામેલ છે.  આ ત્રણેય જૂથોમાં સર્ચ અને દરોડા દરમિયાન લગભગ રૂ.  ૭૫૦ કરોડનું બિન હિસાબી કાળુ નાણું ઝડપાયું હોવાનું સીબીડીટી ના પ્રવક્તાએ કહ્યું છે. દેશમાં આવકવેરા ખાતાએ છેલ્લા

(6:50 pm IST)