Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

માનવ અધિકારોનું ઘણુ વધુ હનન ત્યારે થાય છે જ્યારે તેને રાજકીય રંગથી જોવાઈ છે : પીએમ મોદી

વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ 28માં NHRC સ્થાપના દિવસ પર કહ્યુ, દાયકાથી મુસ્લિમ મહિલા ત્રણ તલાક વિરૂદ્ધ કાયદાની માંગ કરી રહી હતી. અમે ત્રિપલ તલાક વિરૂદ્ધ કાયદો બનાવી તેમણે નવા અધિકાર આપ્યા છે. અમારી સરકારે પણ મુસ્લિમ મહિલાઓને હજ દરમિયાન મહરમની મજબૂરીથી મુક્ત કર્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આગળ કહ્યુ, એક એવા સમયમાં જ્યારે આખી દુનિયા વિશ્વ યુદ્ધની હિંસામાં ઝુલસી રહી હતી, ભારતે આખા વિશ્વને અધિકાર અને અહિંસાનો માર્ગ બતાવ્યો. આપણા બાપૂએ દેશ જ નહી પણ આખા વિશ્વ માનવઅધિકાર અને માનવીય મૂલ્યોના પ્રતીકના રૂપમાં જુવે છે. ભારત માટે માનવ અધિકારોની પ્રેરણાનો, માનવ અધિકારના મૂલ્યોનો ઘણો મોટો સ્ત્રોત આઝાદી માટે અમારૂ આંદોલન, અમારો ઇતિહાસ છે. અમે સદીઓ સુધી પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો. એક રાષ્ટ્રના રૂપમાં, એક સમાજના રૂપમાં અન્યાય-અત્યાચારનો પ્રતિરોધ કર્યો.

 

માનવ અધિકારોના હનનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ, માનવ અધિકારોનું ઘણુ વધુ હનન ત્યારે થાય છે જ્યારે તેને રાજકીય રંગથી જોવામાં આવે છે, રાજકીય ચશ્માથી જોવામાં આવે છે, રાજકીય નફા-નુકસાનથી તોલવામાં આવે છે. આ રીતે સલેક્ટિવ વ્યવહાર, લોકતંત્ર માટે એટલો જ નુકસાનકારક હોય છે. માનવ અધિકારો સાથે જોડાયેલો એક અન્ય પક્ષ છે, જેની ચર્ચા હું આજે કરવા માંગુ છુ. તાજેતરના વર્ષોમાં માનવ અધિકારની વ્યાખ્યા કેટલાક લોકો પોત પોતાની રીતે, પોત પોતાના હિતોને જોઇને કરવા લાગ્યા છે.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યુ, જે ગરીબ ક્યારેક શૌચ માટે ખુલ્લામાં જવામાં મજબૂર હતો, તે ગરીબને જ્યારે શૌચાલય મળે છે તો તેને પ્રતિષ્ઠા પણ મળે છે. જે ગરીબ ક્યારેક બેન્કની અંદર જવાની હિમ્મત નહતો કરી શકતો તે ગરીબનું જ્યારે જનધન એકાઉન્ટ ખુલે છે તો તેમાં આશા આવે છે, તેની પ્રતિષ્ઠા વધે છે. ભારતે આ કોરોના કાળમાં ગરીબો, અસહાય, વૃદ્ધોને સીધા તેમના ખાતામાં આર્થિક સહાય આપી છે. પ્રવાસી શ્રમિકો માટે વન નેશન વન રાશન કાર્ડની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી તે દેશમાં ક્યાય પણ જાય, તેણે રાશન માટે ભટકવુ ના પડે.

(6:35 pm IST)