Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભારતીય કંપનીઓ ૬ મહિનામાં એકત્ર કરશે ૭૫,૦૦૦ કરોડ રૂપિયા

નવીદિલ્હીઃ ભારતીય કંપનીઓ આગામી ૬ મહિનામાં આઈપીઓ દ્વારા લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. આ દાવો ગ્લોબલ એકાઉન્ટિંગ ફર્મ KPMG દ્વારા કરવામાં આવ્યો છે. કેપીએમજી ઇન્ડિયાના કોર્પોરેટ ફાઇનાન્સના વડા શ્રીનિવાસ બાલાસુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, યુએસમાં રેકોર્ડ ડોલર છાપવામાં આવ્યા હતા, જેનો સૌથી વધુ ફાયદો થયો છે. ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછી ૩૫ કંપનીઓ આઈપીઓ માટે જાય તેવી શક્યતા છે. સપ્ટેમ્બર સુધી ૪૨ કંપનીઓએ IPO મારફતે ૬૭ હજાર કરોડ એકત્ર કર્યા હતા.

ભારતમાં ૮૦ ટકા રોકાણ આવી રહ્યું છે

કેપીએમજી ઇન્ડિયાએ કહ્યું કે, ચીનમાં સરકાર દ્વારા જારી કરાયેલા કડકડાઉનનો લાભ ભારતીય કંપનીઓને મળશે. વૈશ્વિક કંપનીઓ અગાઉ ચીનમાં ઝડપી વૃદ્ધિ અને ભારે વપરાશને કારણે ૯૦ ટકા નાણાં ત્યાં રોકાણ કરતી હતી, પરંતુ હવે આમાંથી ૮૦ ટકા રોકાણ ભારતમાં આવવાની ધારણા છે. આરબીઆઈ તરફથી ઝડપી આર્થિક સુધારા, ઝડપી રસીકરણ અને સહકારી વલણને કારણે દેશમાં વિદેશી રોકાણ પણ વધી રહ્યું છે.

(3:59 pm IST)