Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સારેગામા ઇન્ડીયાની કારવાં સાથે મ્યુઝીક સેગમેંટમાં ઉતરવાની યોજના

થર્ડ પાર્ટી મ્યુઝીક અને પોડકાસ્ટ ઓફર કરશે કંપની

કોલકતા, તા. ૧ર :  સારેગામા ઇન્ડીયા લીમીટેડ ઓનલાઇન મ્યુઝીક સ્ટ્રીમીંગ સેકટરમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી હોવાનું સુત્રોએ કહ્યું છે. સુત્રોએ વધુમાં કહ્યું કે કંપની પોતાના પ્લેટફોર્મ પરથી થર્ડ પાર્ટી મ્યુઝીક અને પોડકાસ્ટ ઓફર કરવાની યોજના બનાવી રહી છે.

અત્યારે કારવાંએ એક પ્રીલોડેડ ગીતો સાથેનું એક ઓડીયો ઉપકરણ છે જેના કોપી રાઇટ સારેગામા પાસે છે. આ ઉપકરણ હિંદી અને અન્ય સ્થાનિક ભાષાઓમાં ગીતો ઓફર કરે છે. આ ઉત્પાદન બ્લુટુથ સ્પીકર અને એફ.એચ.રેડીયો સાથે આવે છે. ર૦ર૦-ર૧ માં સારેગામાએ મહામારી હોવા છતાં કારવાંના ૩,૪૪,૦૦૦ યુનિટો વેચ્યા હતા. આ વર્ષે એપ્રિલથી જુન દરમ્યાન ૪પ૦૦૦ યુનિટો વેચાયા છે.

આ પ્રકારના યુનિટના વેચાણથી કંપનીને એક વખત જ આવક મળે છે જયારે પ્લેટફોર્મ દ્વારા તેને જાહેરાતની તથા સબ્સ્ક્રીપ્શનની આવક સતત ચાલુ રહેશે. જો કે સબ્સ્ક્રીપ્શન અને જાહેરાતના દર પર હજુ કામ ચાલી રહ્યું છે પણ સારેગામા કન્ટેન્ટ ક્રીએટરોને આવકના ૪૦ ટકા સુધી આપે તેવી આશા સેવાઇ રહી છે.

(3:16 pm IST)