Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કર્ણાટકના ગુલબર્ગમાં ફરી ભૂકંપનો આંચકો : ઉત્તર કર્ણાટકમાં ૧૧ દિવસમાં ૫ આંચકા : લોકોમાં ફફડાટ

કર્ણાટકમાં ફરી ભૂકંપ : ગુલબર્ગામાં ૪.૧ ની તીવ્રતાનો અનુભવાયો આંચકો : લોકોમાં ફફડાટ : એ જ દિવસે બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે, કલાબુરાગી જિલ્લાના ચિંચોલીમાં ૨.૫નો ભૂકંપ આવ્યો હતો, છેલ્લા ૧૧ દિવસમાં પાંચમી વખત ઉત્તર કર્ણાટક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા ૧ ઓકટોબર અને ૫ ઓકટોબરના રોજ, બીદર જિલ્લાના બસવકલ્યાણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે મહારાષ્ટ્રમાં લાતુર અને કિલારી પાસે છે. સપ્ટેમ્બર ૧૯૯૩માં, આ પ્રદેશમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

(12:59 pm IST)