Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભારે વરસાદ પડતા કર્ણાટકમાં બેંગ્લોર એરપોર્ટ જળબંબોળ : મુસાફરોને ટ્રેકટરમાં ગેટ સુધી લઈ જવાયા ! શહેરમાં પુરની સ્થિતિ આજે પણ ભારે વરસાદની આગાહી : કેરળના અનેક જિલ્લાઓમાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયું છે : શોર્ટ સર્કિટ થતા  મોત : કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ભારે વરસાદને પગલે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ તરફ જનારા દરેક રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરોને એરપોર્ટની બહાર ટ્રેકટર પર લઈ જવાયા હતા. ભારે વરસાદને કારણે બેંગ્લોરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી આપી છે.

કર્ણાટક ઉપરાંત આજે કેરળના કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલાફુજા, અર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી બાજુ ત્રિશૂર, પલક્કડ, મલ્પ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસારગોડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

(12:58 pm IST)