Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

19 વર્ષના યુવક અને 20 વર્ષની યુવતીએ પ્રેમલગ્ન કર્યા : યુવતીના પરિવાર તરફથી ધમકી મળતા કોર્ટનું રક્ષણ માગ્યું : લગ્નના આધાર રૂપે હોટલના રૂમમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા હોવાની દલીલ અમાન્ય : લગ્નના પુરાવાના અભાવ અને યુવકની ઉંમરને ધ્યાને લઇ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે અરજી ફગાવી 25 હજાર રૂપિયાનો દંડ કર્યો : રક્ષણ માટે તપાસ કરી યોગ્ય કરવા પોલીસ કમિશ્નરને નિર્દેશ કર્યો

પંજાબ : 19 વર્ષના યુવક અને 20 વર્ષની યુવતીએ ઘેરથી ભાગી જઈ પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પરિવાર તરફથી ધમકીઓ મળવાનું શરૂ થઇ ગયું હતું. આથી તેઓએ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં રક્ષણ માટે અરજી કરી હતી.

યુવકની ઉંમર 19 વર્ષ હોવાથી તે લગ્ન માટે લાયક ન ગણાય .ઉપરાંત લગ્ન કર્યા હોવાનો આધાર આપવામાં પણ તેઓ નિષ્ફ્ળ નીવડ્યા હતા.તેમણે હોટલની રૂમમાં અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હોવાનું અને સાત ફેરા ફર્યા હોવાનું જણાવ્યું હતું જેનો કોઈ આધાર નહોતો.

નામદાર કોર્ટે ગેરકાયદે તથા અમાન્ય લગ્ન કરવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. સાથોસાથ તેઓને રક્ષણ માટે પોલીસ કમિશનરનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.તથ્ય પોલીસ કમિશનરને તપાસ કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)