Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કર્ણાટકમાં ફરી વાર ભૂકંપ: ગુલબર્ગામાં 4.1 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો :લોકોમાં ફફડાટ

કર્ણાટકના ગુલબર્ગામાં સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેનું માપ 4.1 હતું. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવી છે. એ જ દિવસે બપોરે લગભગ 2.30 વાગ્યે, કલાબુરાગી જિલ્લાના ચિંચોલીમાં ભૂકંપ આવ્યો હતો, જે 2.5 ની તીવ્રતાનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આના માત્ર 24 કલાક પહેલા જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  

કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાનું મણિયારપલ્લી ગામ હતું. આ ગામ કર્ણાટકની ખૂબ નજીક આવેલું છે. KSNDMC એ જણાવ્યું હતું કે, “ભૂકંપનું કેન્દ્રબિંદુ કલબુર્ગીના ચિંચોલી તાલુકાના શિવરામપુર ગામથી 1.9 કિમી ઉત્તરપૂર્વમાં હતું.”

છેલ્લા 11 દિવસમાં પાંચમી વખત ઉત્તર કર્ણાટક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 1 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરના રોજ, બીદર જિલ્લાના બસવકલ્યાણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે મહારાષ્ટ્રમાં લાતુર અને કિલારી પાસે છે. સપ્ટેમ્બર 1993 માં, પ્રદેશમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા

(11:49 am IST)