Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સોના ચાંદીના ભાવમાં આગળ વધતો સુધારો : સોનુ હજુ હાઈએસ્ટ સપાટીથી 9000 રૂ,સસ્તું

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર બંને કિંમતી ધાતુમાં મજબૂતાઈનું વલણ

મુંબઈ :સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જારી છે. ગત કેટલાક દિવસમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે બાદ સોનું રેકોર્ડ હાઈ પર 9059 રુપિયા સુધી સસ્તુ થઈ ગયું છે. હાલમાં આજે મલ્ટી કમોડિટી એક્સસેન્જ પર સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.19 ટકાની તેજી નોંધાઈ છે. ત્યારે ચાંદીની કિંમતો 0.02 ટકાના સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહી છે.

ડિસેમ્બર ડિલીવરી વાલા ગોલ્ડની કિંમત આજે 0.19 ટકાની તેજી સાથે 47, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજે કારોબારમાં ચાંદી 0.02 ટકાના સામાન્ય વધારા સાથે 60, 963 રુપિયા પર કારોબાર કરી રહી છે.

ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે ડિસેમ્બર MCX પર સોનું 47, 141 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 9059 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.

(11:40 am IST)