Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નોરતુ ૬ ઠુ઼ યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

શકિત પીઠોનું સ્થાન સર્વોચ્ય છે

ભારતમાં મા આદ્યશકિત જગદંબાની જુદી જુદી જગ્યાએ શકિત પીઠો આવેલી છે. કથા અનુસાર ભગવાન શિવે સતિના દેહને પોતાના ખંભા પર રાખી તાંડવ નૃત્ય કરેલુ જેને કારણે ત્રણેય લોક ધૃજી ઉઠયા અને હાહાકાર મચી ગયો. આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો ક્રોધ શાંત કરવા માટે સતી ના શરીરના પ૧ ટૂકડાઓ સુદર્શન ચક્ર થી કરી નાખેલા અને જગતજનની નો દેહના જે અંગો જે તે જગ્યાએ પડયા તે શકિતપીઠો બની આજે પણ લોકોમાં પ્રીય પૂજાય છે.

માતાજીના સ્થાનકો માટે ભાગે પર્વતના શિખરો પર આવેલા હોય છે. મતલબ કે મા ઉચા પહાડોની ટોપ પર બિરાજે છે, અંબાજી માતા, મહાકાળી મા, ચામુંડા માતા, વૈષ્ણોદેવી માતા આમ બધી મા સર્વોચ્ચ સ્થાન પર બિરાજે છે તેના ધ્યેન કરવા માટે પહાડો ચડવા પડે અને આ સાત્વિક પરિશ્રમ ભકતજન ના તન-મન ને સ્વસ્થ કરે છે કુદરતી વાતાવરણમાં ધ્યાન અને સમાધિ સુલભ બને મન નિર્મળ બને છે. માનવીના શરીરમાં સાત ઉર્જાચક્રોમાં સહુથી ઉંચુ સહસ્ત્રાધાર છે. શિવશકિત સહસ્ત્રાધારના અધિષ્ઠાતા છે. પર્વતો ના ઉચ્ચતમ શિખરો ને જો ધરતી ના સહસ્ત્રાધાર તરીકે કાપીએ તો માની શકિતપીઠનું સ્થાન સર્વોચિત ગણાય. અને માનુ સ્થાનતો મસ્તક પર જ હોય ને ?

સમગ્ર શકિતપીઠોમાં મા અંબાજીનુ યાત્રાધામ ખુબ અગત્યનું અને મહત્વનું છે. તથા બારેમાસ ભકતોનો મેળાવડો રહે છે. દુરસુદુરથી લોકો મા ના દર્શન કરવા આવે છે અને નવરાત્રી દરમ્યાન નો નજારો તો અદ્ભુત હોય છે.

અંબાજી મા માતાજીના શ્રીમંત્રની પૂજા થાય છે. અને સવારની અને સાંજની આરતી દરમ્યાન એક મીનીટનો વિરામ લેવાય છે. આ દરમ્યાન પુજારી  દ્વારા આંખ પર પાટા બાંધી માતાજીના વિસામંત્રની વિશિષ્ટ રીતે પૂજા કરવામાં આવે છે.

માતાજીને સવારે બાલભોગમાં સોજીના શીરો ધરાવાય છે. બપોરે રાજભોગ થાળમાં માતાજીને મીઠાઇ, પુરી, બે શાક, કઠોળ, ફરસાણ, દાળભાત અને રાયતુ ધરાય છે. જયારે સાંજે શયનભોગમાં ફ્રુટ, દૂધ, મગજ, મીઠાઇ, ધરવામાં આવે છે.

માનવ જીવનમાં આવતી ઉપાધિઓ, અશાંતિ દુઃખ વિ. માટે કયારેક ગ્રહો જવાબદાર હોય છે પરંતુ દુર્ગૂણો સામે લડવા માટે, મનની શાંતિ માટે મા પરાશકિતની સહાયતા જરૂરી છે તે સદાય તેના ભકતોના દુઃખ નિરાશા, હતાશા, તકલીફો વિ.નું નિરાકરણ કરી જીવન ખુશાલીથી ભરી દે છે.

આથી જ જયારે પણ જીવનમાં તકલીફ, નિરાશા, હતાશા, દુઃખ દર્દ આવે ત્યારે દુઃખી થવાને બદલે માનુ શરણુ લઇ માની ભકિત કરવાથી અને સાયા હૃદયથી તેને પોકારવાથી મા અંબા -જગદંબા આવીને ભકતના બધા દુઃખ દર્દ તકલીફમાંથી ચોકકસ તેને મુકિત આપે છે. તો બધા 'બોલો બોલ માંડી અંબે જય જગદંબે'

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:32 am IST)