Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૧૪ પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડથી ૪૪૭.૪૯ કરોડની કમાણી : ટીઆરએસ નંબર -૧ : મળ્યા ૧૩૦ કરોડ રૂપિયા

એડીઆરનો રિપોર્ટ : શિવસેનાએ મેળવ્યા રૂ. ૧૧૧.૪૦ કરોડ

નવી દિલ્હી,તા. ૧૨: એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, શિવસેના, આપ, ડીએમકે અને જેડીયુ સહિતના ૧૪ સ્થાનિક પક્ષોએ ૨૦૧૯-૨૦માં ૪૪૭.૪૯ કરોડ રૂપિયાનું દાન ઇલેકટોરલ બોન્ડ દ્વારા મળ્યુ હોવાની જાહેરાત કરી છે. આ રકમ આ પક્ષોની આવકના ૫૦.૯૭ ટકા જેટલી છે. પોલ રાઇટ ગ્રુપના રિપોર્ટ અનુસાર ૨૦૧૯-૨૦માં દેશભરના ૪૨ સ્થાનિક પક્ષોની કુલ આવક ૯૭૭.૯૫૭ કરોડ રૂપિયા હતી.

રિપોર્ટ અનુસાર, ૪૨માંથી ચૂંટણી બોન્ડ દ્વારા મળેલ દાનની જાહેરાત કરનારા ૧૪ સ્થાનિક પક્ષોમાં ટીઆરએસ, ટીડીપી, વાયએસઆરસી, બીજેડી, ડીએમકે, શિવસેના, આપ, જેડીયુ, એસપી, જેડી.એસ, એસએડી, એઆરએડીએમકે, આરજેડી અને જેએમએ સામેલ છે.

સ્થાનિક પક્ષોમાં ટીઆરએસ ૧૩૦.૪૬ કરોડની આવક સાથે ટોચ પર છે. આ રકમક બધા પક્ષોમાં ટીઆરએસ ૧૩૦.૪૬ કરોડની આવક સાથે ટોચ ૧૧૧.૪૦૩ કરોડ રૂપિયાની આવક મેળવી છે. તો વાયએસઆર-સીએ ૯૨.૭૩૯ કરોડ રૂપિયાની આવક મેળવી છે.

તુલનાત્મક અભ્યાસથી જાણવા મળ્યુ કે ૨૩ પક્ષોની આવક ૨૦૧૮-૧૯ થી ૨૦૧૯-૨૦ વચ્ચે વધી હતી તો ૧૬ પક્ષોની આવકમાં ઘટાડો થયો હતો. સંયુકત રીતે જોવામાં આવે તો આ ૩૯ પક્ષોની આવક ૨૦૧૮-૧૯ માં ૧૦૮૭.૨૧ કરોડથી ઘટીને ૮૭૪.૪૭ કરોડ રૂપિયા થઇ હતી. ૨૪ સ્થાનિક પક્ષોએ આવકનો મોટો ભાગ વાપર્યો નહોતો જ્યારે ૧૮ સ્થાનિક પક્ષોએ પોતાની આવક કરતા વધારે ખર્ચ કર્યો હતો.

(10:09 am IST)