Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૧૦ દિવસમાં CNGના ભાવમાં ૫.૧૯ રૂપિયાનો તોતિંગ વધારો

માત્ર ૧૦ દિવસની અંદર સીએનજીનો ભાવ રૂ. ૬૦ને પાર કરી ગયો છે : ૧૧ ઓકટોબરે રૂ. ૧.૬૩ નો વધારો થતા કિંમત રૂ. ૬૧.૪૯એ પહોંચી રિક્ષા ચાલકોની ભાડા વધારવાની માંગ

અમદાવાદ,તા.૧૨ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, બન્નેની કિંમત ૧૦૦ને પાર જતી રહી છે, આવામાં CNG પર નિર્ભિત વાહનચાલકોને પણ ભારે ફટકો પડી રહ્યો છે. કારણે કે માત્ર ૧૦ દિવસની અંદર જ CNGના ભાવમાં ઈં ૫.૧૯નો તોતિંગ વધારો થયો છે. CNGના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે સૌથી મોટો ફટકો રિક્ષા ચાલકોને પડી રહ્યો છે જેના લીધે ભાડામાં પણ વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ મામલે આગામી દિવસોમાં કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

પેટ્રોલના ભાવમાં વધારો થતા વાહનોમાં મોંઘી CNG કીટ પાછળ ખર્ચો કરનારા લોકોને પણ પસ્તાવાનો વારો આવ્યો છે.CNGનો ભાવમાં ૨ ઓકટોબરના રોજ ૨.૫૬ રૂપિયાનો વધારો થતા ભાવ ૫૮.૮૬ રૂપિયા પર પહોંચી ગયો હતો. આ પછી તેમાં ૬ ઓકટોબરે ૧ રુપિયાનો અને ૧૧ ઓકટોબરે ૧.૬૩ રૂપિયાનો વધારો થતા CNGનો કિંમત ૬૦ રૂપિયાને પાર કરીને ૬૧.૪૯ રૂપિયે પહોંચી ગયા છે. આ માત્ર ૧૦ દિવસના ટૂંકાગાળામાં જ ૫.૧૯ રૂપિયાનો જંગી વધારો થઈ ગયો છે.

(9:46 am IST)